RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત
RBI એ વેપાર કરાર, જીએસટી અને મજબત કૃષિ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ (2026-27) ના પહેલા તેમજ બીજા ત્રિમાસિક માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને ક્રમશ: 6.9 અને 7 ટકા કર્યો છે.
RBI GDP Growth Forecast: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વેપાર કરાર, જીએસટી અને મજબત કૃષિ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ (2026-27) ના પહેલા તેમજ બીજા ત્રિમાસિક માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને ક્રમશ: 6.9 અને 7 ટકા કર્યો છે.
આરબીઆઈએ ડિસેમ્બરમાં 2026-27 ના એપ્રિલ-જૂન ત્રિમાસિક માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.7 ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર માટે 6.8 ટકા અંદાજ લગાવ્યો હતો. એપ્રિલમાં આગામી નાણાકીય નીતિમાં સંપૂર્ણ નાણાકીય વર્ષ 2026-27 માટેના અંદાજોની જાહેરાત કરવામાં આવશે. જેમાં નવી જીડીપી અને ઉપભોક્તા ભાવ સૂચકાંક (સીપીઆઈ) શ્રૃંખલાને અપડેટેડ આધાર વર્ષ (2024) સાથે સામેલ કરવામાં આવશે.
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન
નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, "ભારતીય અર્થતંત્ર સ્થિર માર્ગ પર છે અને 2025-26 માં વાસ્તવિક GDP માં 7.4 ટકાનો નોંધપાત્ર વૃદ્ધિદર નોંધાવવાની અપેક્ષા છે." આ પાછલા વર્ષ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. વૈશ્વિક પડકારો વચ્ચે ખાનગી વપરાશ અને સ્થિર રોકાણે વૃદ્ધિને ટેકો આપ્યો.
તેમણે જણાવ્યું હતું કે 2026-27 માં આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાની આશા છે. કૃષિ ગતિવિધિમાં જળાશયોના સ્તર, મજબૂત રવિ વાવણી અને સુધારેલી પાકની સ્થિતિમા સુધારાને સમર્થન મળશે. આ સિવાય કોર્પોરેટ ક્ષેત્રના પ્રદર્શનમાં સુધારો અને અસંગઠિત ક્ષેત્રમાં બનેલી ગતિથી ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળશે.
સેવા ક્ષેત્ર મજબૂત રહેશે
તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ મજબૂત રહેવાની અપેક્ષા છે અને ઘરેલુ માંગ મજબૂત હોવાની સાથે સેવા ક્ષેત્રમાં પણ મજબૂતી રહેશે. ગર્વનરે માંગ પક્ષ પર કહ્યું કે, 2026-27 માં ખાનગી વપરાશ મજબૂત રહેવાની અપેક્ષા છે, જ્યારે ગ્રામીણ માંગ સ્થિર રહેશે.
તેમણે જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને તર્કસંગત બનાવવા અને નરમ નાણાકીય નીતિથી સતત ટેકો શહેરી વપરાશમાં સુધારો કરશે. મલ્હોત્રાએ કહ્યું, ઉચ્ચ ક્ષમતા ઉપયોગ, બેંક ક્રેડિટ વૃદ્ધિને વેગ આપવા, અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ અને માળખાગત સુવિધાઓ પર સરકારનું સતત ધ્યાન રોકાણ પ્રવૃત્તિને વેગ આપશે.
એફટીએ પર તેમણે આ વાત કહી હતી
ગર્વનરે કહ્યું હતું કે હાલમાં જ પૂર્ણ ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (એફટીએ) અને પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરાર, અન્ય ઘણા વેપાર કરારો સાથે, મધ્યમ ગાળામાં નિકાસને ટેકો આપશે. વધુમાં કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા ઘણા પગલાં પણ વૃદ્ધિ માટે અનુકૂળ હોવાની શક્યતા છે.























