જિયો માર્ટ પ્લેટફોર્મ પર ગ્રાહકોને પેકેજડ ફૂટ, ગ્રોસરી અને એફએમસીજી પ્રોડક્ટ નહીં વેચે. તેના બદલે કન્ઝ્યૂમરની નજીકમાં આવેલા કરિયાણાની દુકાન સાથે ગઠબંધન કરશે અને ત્યાંથી જ સામાન મોકલાવશે. આ દુકાન રિલાયન્સ રિટેલની ફ્રેન્ચાઇઝી પાર્ટનર હશે.
રિલાયન્સની આ સ્ટ્રેટજી બિગ બાસ્કેટ, અમેઝોન અને ગ્રોફર જેવી મોટી ઇ-ગ્રોસરી કંપનીથી અલગ હશે. રિલાયન્સ રિટેલની આ સ્ટ્રેટેજીમાં કરિયાણાની દુકાનદારો રિલાયન્સમાંથી સામાન લઇને ગ્રાહકોને પહોંચાડશે. જો ગ્રાહક કરિયાણાના દુકાનદાર પાસે ન હોય તેવા માલનો ઓર્ડર આપે તો આ સ્થિતિમાં રિલાયન્સ રિટેલ સામાન સપ્લાઇ કરશે તો બંનેમાં માર્જિન વહેંચાશે. રિલાયન્સ તેના સ્ટોર અને ફૂલફિલમેંટ સેંટરમાંથી ફળ તથા શાકભાજી જેવી વસ્તુઓ સપ્લાઇ કરવાનું ચાલુ રાખશે.
જિયો માર્ટ તેના નવા મોડલ અંતર્ગત કરિયાણા તથા કન્ઝ્યૂમરને સામાન ડિલિવરી કરવાની શરૂઆત જૂન ત્રિમાસિકથી કરશે. પહેલા આ યોજના 30 શહેરોમાં શરૂ થશે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 56 હજાર દુકાનદારોએ કરાર કર્યો છે.