RBI Actions on Baghat Urban Co-Operative Bank : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત ધ બઘાટ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. કેન્દ્રીય બેંકના નિર્દેશ મુજબ, બેંક હવે નવી થાપણો સ્વીકારી શકશે નહીં અથવા નવી લોન આપી શકશે નહીં. આ સાથે જ બેંકની લેણદારીની ચૂકવણી પર પણ રોક લગાવવામાં આવી છે.
RBI ના નિર્દેશો શું છે?
RBI એ જણાવ્યું હતું કે બેંક પૂર્વ લેખિત પરવાનગી વગર નવી લોન આપી શકશે નહીં, નવી થાપણો સ્વીકારી શકશે નહીં અથવા તેની નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી શકશે નહીં. તાજેતરના નિરીક્ષણ દરમિયાન બહાર આવેલી ગંભીર નાણાકીય અનિયમિતતાઓને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
PTI ના અહેવાલ મુજબ, બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI એ ગ્રાહક ઉપાડ મર્યાદા ₹10,000 નક્કી કરી છે. જો કે, RBI એ બેંકને ગ્રાહકોના ખાતામાં ભંડોળનો ઉપયોગ તેમની બાકી લોનને સરભર કરવા માટે કરવાની છૂટ આપી છે.
વીમા કવરેજનું શું થશે ?
RBI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેંકના થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા આવરી લેવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ, દરેક થાપણદારને ₹5 લાખની મહત્તમ વીમાકૃત રકમ મળશે, જે તેમના ખાતાની સ્થિતિ અને અધિકારોના આધારે નક્કી કરવામાં આવશે.
કેન્દ્રીય બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રતિબંધો બેંકના લાઇસન્સ રદ કરવા સમાન નથી. બેંક મર્યાદિત શરતો સાથે તેનું સંચાલન ચાલુ રાખી શકશે. RBI દ્વારા આ કાર્યવાહીનો હેતુ બેંકની નાણાકીય સ્થિતિને સ્થિર કરવા અને થાપણદારોના હિતોનું રક્ષણ કરવાનો છે.
RBIએ કહ્યું કે, હાલના દિવસોમાં કેન્દ્રીય બેંકે આ બેંકના કામકાજમાં સુધારા માટે તેના બોર્ડ અને વરિષ્ઠ સંચાલન સાથે પણ ચર્ચા કરી હતી. જો કે, બેંક દ્વારા નીરિક્ષણ સંબંધિત ચિંતાઓ દૂર કરવા અને જમાકર્તાઓના હિતોની સુરક્ષા માટે ઠોસ પ્રયાસ કરવામાં આવ્યા નથી. આથી આ નિર્દેશ આપવો આવશ્યક થઈ ગયો છે.
RBIના આ અંકુશો હેઠળ ધ બઘાટ અર્બન કો-ઓપરેટિવ બેંક પરવાનગી વગર કોઈ નવી લોન કે રકમ વહેંચી શકતી નથી કે ન તો ઉધાર લઈ શકે છે. RBIએ કહ્યું છે કે, બેંકની વર્તમાન રોકડ સ્થિતિને જોતા, જમાકર્તાને તેમની બચત, ચાલુ કે કોઈ અન્ય ખાતાથી મહત્તમ 10,000 રૂપિયા સુધી જ નીકાળવાની પરવાનગી હશે. જોકે, બેંકને ગ્રાહકોની થાપણોને તેમની લોન સામે સેટઓફ કરવાની છૂટ છે.