Retail Inflation Data For April 2023 : દેશવાસીઓને મોંઘવારીમાંથી થોડાઘણા અંશે રાહત મળી છે. રિટેલ મોંઘવારી ઘટી છે. નવા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં એપ્રિલમાં છૂટક મોંઘવારી દર ઘટીને 4.70 ટકા પર આવી ગયો છે, જે માર્ચ 2023માં 5.66 ટકા હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ફુગાવાનો દર નીચે આવ્યો છે અને તે 18 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ દરમિયાન ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર પણ નીચે આવ્યો છે. ખાદ્ય ફુગાવો માર્ચ 2023માં 4.79 ટકાથી ઘટીને 4 ટકાથી નીચે 3.84 ટકા પર આવી ગયો છે.


રિટેલ ફુગાવો આરબીઆઈના ટોલરેંટ બેન્ડમાં યથાવત છે. RBI દ્વારા મોંઘવારી દરના સહનશીલતા બેન્ડનું ઉપરનું સ્તર ઘટીને 6 ટકા થઈ ગયું છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક જૂન મહિનામાં 6 થી 8 જૂન દરમિયાન યોજાશે. 8મી જૂને RBI તેની MPC મીટિંગના નિર્ણયની જાહેરાત કરશે. જો ફુગાવાના મોરચે બધું બરાબર છે, તો સસ્તી લોનની અપેક્ષા રાખી શકાય છે.


દૂધની મોંઘવારીમાંથી રાહત નહીં!


એપ્રિલમાં ખાદ્યાન્ન અને સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 13.67 ટકા હતો જે માર્ચમાં 15.27 ટકા હતો. દૂધ અને ડેરી ઉત્પાદનોનો મોંઘવારી દર 8.85 ટકા રહ્યો છે જે માર્ચમાં 9.31 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 17.43 ટકા રહ્યો છે. લીલોતરી-શાકભાજીનો મોંઘવારી દર -6.50 ટકા, કઠોળનો મોંઘવારી દર 5.28 ટકા, માંસ અને માછલીનો મોંઘવારી દર -1.23 ટકા, તેલ અને ચરબીનો ફુગાવો દર -12.33 ટકા રહ્યો છે.


મોંઘી લોનમાંથી રાહત!


આગામી દિવસોમાં મોંઘવારી ઘટ્યા બાદ મોંઘી લોનમાંથી રાહત મળે તેવી આશા સેવવામાં આવી રહી છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક જૂન મહિનામાં 6 થી 8 જૂન દરમિયાન યોજાશે. 8મી જૂને RBI તેની MPC મીટિંગના નિર્ણયની જાહેરાત કરશે. જો ફુગાવાના મોરચે બધું બરાબર છે, તો સસ્તી લોનની અપેક્ષા રાખી શકાય છે. આરબીઆઈએ 2023-24માં રિટેલ ફુગાવાનો દર 5.20 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એટલે કે રિટેલ મોંઘવારી દર RBIના વાર્ષિક અંદાજથી નીચે આવ્યો છે.


દારુને ન નડી મોંઘવારી! દેશમાં દારુ મોંઘો થયો છતાં ગયા વર્ષે લોકો અબજો બોટલ દારુ પી ગયા


છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન લોકો મોંઘવારીના આક્રમણનો સામનો કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થોથી લઈને રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરિણામે, લોકોએ આવા માલની ખરીદી ઓછી કરી. જો કે, એક એવી વસ્તુ છે, જેના માટે લોકોએ મોંઘવારીની પણ પરવા નથી કરી. આ વસ્તુ દારૂ છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન દારૂના ભાવમાં પણ વધારો થયો હતો, પરંતુ તેનાથી દારૂના શોખીનોને બહુ અસર થઈ ન હતી અને તેઓએ વધુ પૈસા ચૂકવીને પણ ખરીદી કરી હતી.