RR Kabel IPO Update: વાયર અને કેબલ મેન્યુફેક્ચરિંગ કંપની RR Kabelને આઈપીઓ (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) લાવવાની મંજૂરી મળી ગઈ છે. શેરબજારના રેગ્યુલેટર સેબીએ કંપનીને આઈપીઓ લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. RR Kabel એ IPO લાવવા માટે મે 2023 માં SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું હતું.                 

  


RR Kabel IPOમાં કંપની દ્ધારા 225 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. જ્યારે 1.72 કરોડ શેર કંપનીના પ્રમોટર અને તેના રોકાણકાર TPG દ્ધારા ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TPG એશિયા ઓફર ફોર સેલમાં લગભગ 1.29 કરોડ શેર વેચશે. આઇપીઓ માટે કંપની દ્વારા સેબીમાં ફાઇલ કરાયેલ ડ્રાફ્ટ પેપર મુજબ, TPG એશિયા કંપનીમાં 20 ટકા હિસ્સો ધરાવે છે અને કુલ 2.33 કરોડ શેર ધરાવે છે.                      


કંપની આઈપીઓ દ્ધારા બજારમાંથી 2500 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. IPO લાવવા પર કંપનીને 14000 થી 15000 કરોડ રૂપિયાનું વેલ્યુએશન મળી શકે છે. IPOમાં એકત્ર કરાયેલી રકમમાંથી કંપની 170 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.


RR Kabel એ ઇલેક્ટ્રિક ક્ષેત્રની વિશાળ આરઆર ગ્લોબલની પેટાકંપની છે જે લગભગ 90 દેશોમાં તેની હાજરી ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23ના ત્રણ ત્રિમાસિક ગાળામાં કંપનીના ઓપરેશનથી રેવન્યૂમાંથી આવક 36.6 ટકાના ઉછાળા સાથે 4083 કરોડ રૂપિયા હતી. જ્યારે નફામાં 20.1 ટકાનો ઘટાડો થયો હતો અને તે ઘટીને 124.6 કરોડ રૂપિયા થયો હતો. 2021-22માં કંપનીની આવક 4800 કરોડ રૂપિયા હતી. કંપનીએ આગામી ત્રણ વર્ષમાં 2025-26 સુધીમાં ટર્નઓવર વધારીને  11000 કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.            


RR Kabel રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે પ્રીમિયમ વાયર અને કેબલનું ઉત્પાદન કરે છે. આ સાથે કંપની નવા ક્ષેત્રોમાં પગ મુકવા જઈ રહી છે. RR Kabel  સ્નેઇડર ઇલેક્ટ્રિક પાસેથી લ્યુમિનસનો હોમ ઇલેક્ટ્રિકલ બિઝનેસ ખરીદ્યો. આ એક્વિઝિશન કંપનીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ બિઝનેસને મજબૂત બનાવવામાં મદદ કરશે. કંપનીએ આઈપીઓ લાવવા માટે એક્સિસ કેપિટલ, જેએમ ફાઈનાન્શિયલ, સિટીગ્રુપ ગ્લોબલ અને એચએસબીસીને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરીકે ડાયર કર્યા છે.