Rules Changing From June 1: દર મહિને ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થાય છે. આ ફેરફારો સામાન્ય લોકોના રોજિંદા જીવનને અસર કરે છે. આવતીકાલથી જૂન મહિનો (June 2024) શરૂ થશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આવતીકાલથી (Rules Changing From June 1)  કયા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે


એલપીજી સિલિન્ડરની કિંમત અપડેટ


તેલ કંપનીઓ આવતીકાલે સવારે 6 વાગ્યે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરશે. એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે સંશોધિત કરવામાં આવે છે. મે મહિનામાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.


બેન્ક રજા


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દર મહિને બેન્ક હોલીડે લિસ્ટ બહાર પાડે છે. આરબીઆઈએ જૂન માટે બેન્ક હોલિડે લિસ્ટ પણ બહાર પાડ્યું છે. બેન્ક હોલીડે લિસ્ટ મુજબ જૂન મહિનામાં બેન્કો 10 દિવસ બંધ રહેશે.


બેન્કની રજાઓમાં રવિવાર, બીજા-ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. આ સિવાય જૂનમાં રાજ સંક્રાંતિ અને ઈદ-ઉલ-અઝહાના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં તમારે બેન્કમાં જતા પહેલા બેન્કની રજાઓની યાદી તપાસવી આવશ્યક છે.


આધાર કાર્ડ અપડેટ


UIDAIએ આધાર અપડેટ કરવાની સુવિધા મફતમાં આપી છે. આ સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે. આધાર કાર્ડ ઓફલાઈન અપડેટ (Aadhaar Card Update) કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. UIDAIએ મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન, 2024 સુધી લંબાવી છે. આનો અર્થ એ છે કે તમે 14 જૂન સુધી આધારને મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકો છો.


ટ્રાફિક નિયમોમાં ફેરફાર


1 જૂન, 2024થી દેશના તમામ શહેરોમાં ટ્રાફિક નિયમો બદલાશે. દેશમાં જૂન મહિનાથી નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમો (New Driving License Rule 2024)  લાગુ થશે. આ નિયમ અનુસાર, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે, તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવા બદલ ડ્રાઈવરને દંડ ભરવો પડશે. આ સિવાય જો કોઈ ઓવરસ્પીડિંગ કરતા પકડાય છે તો તેને 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. નવા ડ્રાઈવિંગ લાયસન્સ નિયમો 2024માં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે.