Rupee Vs Dollar: દેશમાં છૂટક ફુગાવામાં નરમાઈ અને આજે સ્થાનિક શેરબજારમાં ઉછાળાને કારણે, બુધવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો સપાટ ખૂલ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે મુખ્ય ચલણ સામે યુએસ ડોલરમાં મજબૂતી અને વિદેશી મૂડીનો સતત પ્રવાહ રોકાણકારોને પ્રારંભિક વેપારમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવવા તરફ દોરી ગયો. પાછલા સત્રમાં ડોલર સામે રૂપિયો 79.59ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો મજબૂત રીતે 79.55 પર ખુલ્યો હતો, પરંતુ બાદમાં સ્થાનિક ચલણ 79.53 થી 79.60ની રેન્જમાં ટ્રેડ થયું હતું. શરૂઆતના સોદામાં યુએસ ડૉલર સામે રૂપિયો 79.58 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં એક પૈસાનો વધારો દર્શાવે છે.
ડૉલર ઈન્ડેક્સ, ક્રૂડ અને FIIની સ્થિતિ
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.12 ટકા વધીને 108.20 પર પહોંચ્યો હતો. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.29 ટકા વધીને બેરલ દીઠ $99.78 પર છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે નેટ રૂ. 1,565.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
આજે શેરબજારની શરૂઆત કેવી રહી?
આજે બજારની શરૂઆત લીલા નિશાન સાથે એટલે કે તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 54,146 પર ખુલ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 61.10 પોઈન્ટના વધારા બાદ 16,100ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પર બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ અડધા ટકા જેટલો વધી ગયો છે. ઓટો, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ અડધા ટકાની આસપાસના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી, ફાર્મા અને મેટલ શેરોમાં પણ ખરીદારી છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી. HINDUNILVR, LT, BAJAJFINSV, SBIN અને NTPC જેવા સ્ટોક્સ ટોપ ગેનર છે. જ્યારે HCL અને RIL ટોપ લૂઝર છે.