Rupee Record Low : ડોલર સામે રૂપિયો ગગડિયો, ડોલર દીઠ રૂ 77.8ની ઓલ ટાઇમ નીચી સપાટીએ આવ્યો

ડોલર સામે રૂપિયો ગગડિયો છે અને ડોલર દીઠ રૂ 77.8ની ઓલ ટાઇમ નીચી સપાટીએ આવ્યો છે. ભારતીય રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આજે તે ફરી એકવાર ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો છે.

Continues below advertisement

Rupee Record Low :  ડોલર સામે રૂપિયો ગગડિયો છે અને ડોલર દીઠ રૂ 77.8ની ઓલ ટાઇમ નીચી સપાટીએ આવ્યો છે. ભારતીય રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આજે તે ફરી એકવાર ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો છે. અમેરિકી ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો 77.8 રૂપિયા પ્રતિ ડૉલરના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આજે રૂપિયો મોટો ઘટાડા સાથે જ ખુલ્યો હતો અને કરન્સી માર્કેટ ખુલતાની સાથે જ તેણે નીચું સ્તર બનાવી દીધું હતું.

Continues below advertisement

ડોલર કેમ વધી રહ્યો છે અને રૂપિયો કેમ ઘટી રહ્યો છે?

અમેરિકી બજારોમાં ફુગાવાની ટોચને કારણે વ્યાજદરમાં વધારો થવાના મજબૂત સેન્ટિમેન્ટને કારણે ડોલર મજબૂત થયો છે અને તેની અસર વૈશ્વિક ચલણ બજાર પર જોવા મળી રહી છે. ગઈકાલે આવેલા ફુગાવાના ડેટામાં, યુએસ ફુગાવાના આંકડા એપ્રિલમાં 8.3 ટકા આવ્યા હતા, પરંતુ માર્ચમાં તે 8.5 ટકા હતા, જે 40 વર્ષમાં તેની ટોચ હતી. ફુગાવો હજુ પણ 40 વર્ષની ટોચની નજીક છે અને એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ તેના પર અંકુશ મેળવવા માટે આગામી ફેડ મીટિંગમાં વ્યાજદરમાં વધારો કરશે. તેની સીધી અસર ડોલરના ભાવમાં વધુ વધારાના સ્વરૂપમાં જોવા મળશે.

રૂપિયાના સતત વધારાને કારણે ભારતમાં શું અસર થશે

રૂપિયાના સતત વધારાને કારણે ભારતના આયાત ખર્ચમાં ઘણો વધારો થવાની ધારણા છે અને તેના કારણે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની આયાત મોંઘી થશે. તેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાની ભીતિ છે અને તેની અસર સામાન્ય લોકો પર પણ પડશે.

Continues below advertisement
Sponsored Links by Taboola