Alert: SBI ગ્રાહક ધ્યાન આપે, ઝડપથી પતાવી લો આ કમ નહીં તો LPG સબસિડી થઈ જશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2021 12:45 PM (IST)
ભારતની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના ગ્રાહકોને આ મામલે એલર્ટ આપ્યું છે.
નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક છો અને હજુ સુદી તમે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક નથી કરાવ્યું તો સમય આવી ગયો છે કે તમે આ કામને ગંભીરતાથી લો. આમ નહીં કરવા પર તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભારતની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના ગ્રાહકોને આ મામલે એલર્ટ આપ્યું છે. તેનો સીધો સંબધ ડાયરેક્ટ કેશ બેનીફિટ ટ્રાન્સફર અથવા સરકાર તરફથી મળનારી સબસિડી સાથે છે. સ્પષ્ટ છે કે, એસબીઆઈ ગ્રાહક તેનો લાભ નહીં લઈ શકે જો તેમણે પોતાનો આધાર નંબર ખાતા સાથે લિંક નહીં કર્યો હોય. પોતાના ગ્રાહકોને આ મહત્ત્વપૂર્ણ જાણકારી વિશે જણાવતા બેંકે ટ્વીટ કર્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને સૂચિત કરવા માગીએ છીએ કે ભારત સરકાર તરફથી કોઈપણ રોકડ લાભ અથવા સબસિડી મેળવવા ઇચ્છુક ગ્રાહકોએ આધાર કાર્ડને ખાતા સાથે લિંક કરાવવું ફરજિયાત છે. ગ્રાહક આધાર કાર્ડની સાથે પોતાનું ખાતું લિં કરાવવા માટે નજીકની એસબીઆઈ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.”