SBI Doorstep Banking Services: બદલાતા સમય સાથે બેન્કિંગ ક્ષેત્રમાં ઘણા ફેરફારો થયા છે. આજકાલ મોટા ભાગનું કામ ઓનલાઈન નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે કે આપણે બેન્ક કે એટીએમના ચક્કર મારવા પડે છે. તેમાં રોકડ ઉપાડનો પણ સમાવેશ થાય છે. પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ બેંક કે એટીએમ મશીનમાં જવું પડે છે. આ સિવાય કોઈપણ જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જેવા કામ માટે બ્રાન્ચમાં જવું પડે છે. પરંતુ ઘણી વખત સિનિયર સિટીઝન કે દિવ્યાંગ ગ્રાહકોને આ કરવામાં ઘણી તકલીફ પડે છે.
ડોરસ્ટેપ બેન્કિગનો લાભ લો
આવા ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક ખાસ સેવા શરૂ કરી છે. આ સેવાનું નામ SBI Doorstep Banking છે. આ સેવા દ્વારા ગ્રાહકો ઘરે બેઠા રોકડ મેળવી શકશે. આ સિવાય તમને SBI ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા ઘણી વધુ પ્રકારની સેવાઓ મળે છે.
SBI ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા તમે ઘરે બેઠા રૂ. 1,000 થી રૂ. 20,000 સુધીનો ઓર્ડર કરી શકો છો. ગ્રાહકને જ્યારે ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હશે ત્યારે તેને રોકડ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ થશે. બેલેન્સ ન હોવાના કિસ્સામાં તમારા ટ્રાજેક્શનને રદ કરવામાં આવશે.
એક મહિનામાં ત્રણ સર્વિસ મફત
SBI એ માહિતી આપી છે કે વિકલાંગ વ્યક્તિને મહિનામાં ત્રણ વખત ફ્રી ડોરસ્ટેપ બેંકિંગ સેવાની સુવિધા મળશે. આ પછી પણ જો તમે આ સેવાની સુવિધા લો છો તો તમારે તેના માટે અલગ ફી ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે કેશ ઇન ડોરસ્ટેપ બેંકિંગ સિવાય તમને બીજી ઘણી બેંકિંગ સેવાઓનો લાભ મળે છે. બેંક વર્ષ 2018 થી તેની તમામ શાખાઓમાં આ સેવા પ્રદાન કરી રહી છે. ડોરસ્ટેપ બેન્કિંગનો લાભ લેવા માટે તમારે પહેલા તમારી પેરેન્ટ બ્રાન્ચમાં નોંધણી કરાવવાની જરૂર છે. તે પછી તમને આ સેવા મળવા લાગશે.
આ સેવાઓ ઉપલબ્ધ છે
રોકડ પિકઅપ
રોકડ ડિલીવરી
ફોર્મ 15H પિકઅપ
ચેક રિક્વિજિશન સ્લિપ પિકઅપ
ડિલિવરી ઓફ ટર્મ ડિપોઝિટ
લાઇફ સર્ટિફિકેટ પિકઅપ
કેવાઇસી ડોક્યૂમેન્ટ પિકઅપ
ડિલિવરી ઓફ ડ્રાફ્ટ્સ
ડોરસ્ટેપ બેંકિંગ સેવા મેળવવા માટે આ પ્રક્રિયાને અનુસરો
સૌ પ્રથમ SBI YONO ખોલો.
પછી Services Request મેનુ પર ક્લિક કરો.
પછી ડોરસ્ટેપ બેંકિંગ સેવા પસંદ કરો.
આ પછી તમારી ચેક કલેક્શન રિક્વેસ્ટ મોકલો.
તમે અન્ય કોઈપણ સેવા જેવી કે કેશ ડિલિવરી વગેરે માટે વિનંતી પણ મોકલી શકો છો.
આ સેવા તમને ઘરે બેઠા મળશે.