ત્રણ દિવસની સારી તેજી આજે બજારમાંથી ગાયબ જણાય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 650 પોઈન્ટના ઘટાડા સાથે 58,916 પર ટ્રેડ કરી રહ્યો છે. HDFC લિમિટેડનો શેર 3.30% તૂટ્યો છે.


સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો


આજે સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને 59,528 પર હતો. તેણે પ્રથમ કલાકમાં 59,557ની ઊંચી અને 59,215ની નીચી સપાટી બનાવી હતી. તેના 30 શેરોમાંથી 6 શેરો તેજીમાં છે અને બાકીના 24 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, આઈટીસી, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મુખ્ય વધતા શેરો છે.


આ સ્ટોક વધી રહ્યા છે


આ સિવાય SBI, પાવરગ્રીડ અને અલ્ટ્રાટેક પણ ફાયદામાં ટ્રેડ થઈ રહ્યા છે. એચડીએફસી લિમિટેડ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંક, HCL ટેક, સન ફાર્મા, કોટક બેંક, વિપ્રો, ડૉ. રેડ્ડી અને એરટેલની સાથે નેસ્લે પણ ઘટાડા પર છે.


લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 269.25 લાખ કરોડ છે જે ગઇકાલે રૂ. 270.75 લાખ કરોડ હતું. સેન્સેક્સના 191 શેર અપર સર્કિટમાં છે અને 142 લોઅર સર્કિટમાં છે. મતલબ કે એક દિવસમાં આ શેરો ન તો ઘટી શકે છે કે ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે.







નિફ્ટીમાં પણ ઘટાડો


બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 188 પોઈન્ટના ઘટાડા સાથે 17,591 પર ટ્રેડ કરી રહ્યો છે. તેના મિડ કેપ, નેક્સ્ટ 50, નાણાકીય અને બેંકિંગ સૂચકાંકો ઘટાડા તરફ છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 28 ડાઉન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. HDFC, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ અને ઇન્ફોસીસ તેના મુખ્ય નુકસાનકર્તા છે.


ટાટા કન્ઝ્યુમના સ્ટોકમાં વધારો


નિફ્ટીના વધતા શેરોમાં ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ, એનટીપીસી, ઈન્ડિયન ઓઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. આ પહેલા બુધવારે સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 695 પોઈન્ટ વધીને 59,558 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટના વધારા સાથે 17,780 પર બંધ થયો હતો.