Stock Market Closing: આજે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 61,033 પોઇન્ટ અને નિફ્ટી 18,157 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા છે પરંતુ બેન્ક નિફ્ટી તેજી સાથે બંધ થયો છે. સેન્સેક્સમાં 151.60 પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને ઈન્ડેક્સ 61,033.55 ના સ્તરે બંધ થયો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ લાલ નિશાન સાથે બંધ થયો હતો. નિફ્ટી ઈન્ડેક્સમાં 45.80 એટલે કે 0.25% ટકાનો ઘટાડો જોવા મળ્યો અને આ ઈન્ડેક્સ 18200ના સ્તરની નીચે બંધ થયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં 1,740 શેરમાં ખરીદી જોવા મળી હતી અને 1,774 શેરમાં વેચવાલીનો માહોલ હતો. આ સિવાય 120 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી બેન્કમાં વધારો જોવા મળ્યો હતો, તો એફએમસીજી સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. પરંતુ અન્ય તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, આઈટી, ફાર્મા, એનર્જી, મેટલ્સ, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાં 15 શેરો જ્યારે 35 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેરોમાં તેજી રહી હતી. જ્યારે 23 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.
વધારા સાથે બંધ રહ્યા આ શેર
આજના ટ્રેડિંગ સેશનમાં જે શેરોમાં વધારો જોવા મળ્યો તેમાં અદાણી પોર્ટ્સ 4.43 ટકા, કોલ ઈન્ડિયા 2.50 ટકા, ITC 2.04 ટકા, હીરો મોટોકોર્પ 1.16 ટકા, ડૉ. રેડ્ડી 1.10 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.92 ટકા, બ્રિટાનિયા 0.87 ટકા, યુપીએલ 0.69 ટકા, એચસીએલ ટેક 0.60 ટકા, કોટક મહિન્દ્રા 0.57 ટકાના વધારા સાથે બંધ થયા છે.
ઘટાડા સાથે બંધ રહ્યા આ શેર
જો આજે હિન્ડાલ્કો 4.66 ટકા, પાવર ગ્રીડ 4.06 ટકા, દિવીઝ લેબ 3.39 ટકા, ટેક મહિન્દ્રા 2.35 ટકા, ગ્રાસિમ 1.67 ટકા, સન ફાર્મા 1.44 ટકા, બજાજ ફિનસર્વ 1.43 ટકા, એનટીપીસી 1.39 ટકા, એનટીપીસી 1.39 ટકા. SBI લાઇફ ઇન્શ્યોરન્સ 1.16 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.02 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.