IndiGo flights Delay: દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) ની કેટલીક ફ્લાઈટ્સ મોડી (IndiGo flights Delay) ચાલી રહી છે. હવે આ મામલે  ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કડક નોંધ લીધી છે. DGCA એ એરલાઈન્સને સમગ્ર દેશમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં વિલંબ થવા પાછળના કારણ અંગે જવાબ આપવા જણાવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના વિમાનો નિર્ધારિત સમય કરતા મોડા ઉડી રહ્યા છે. તેનું કારણ ક્રૂ મેમ્બર્સની ઉપલબ્ધતા ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.






આ પહેલા પણ વિવાદમાં રહી છે ઈન્ડિગો 
નોંધણીય છે કે ઈન્ડિગો એરલાઇન્સ આ પહેલા પણ વિવાદમાં રહી છે. આશરે પાંચ દિવસ પહેલા ઇન્ડિગોના એક મુસાફરે દાવો કર્યો છે કે ફ્લાઇટ દરમિયાન કેબિન ક્રૂએ તેની 6 વર્ષની પુત્રીને ભોજન પીરસવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેણે પહેલા કોર્પોરેટ ક્લાસમાં પહેલા સર્વિસ આપવાની છે. આ મુસાફરનું બાળક આખી ફ્લાઈટ દરમિયાન રડી રહ્યું હતું.


ટ્વિટર પર ઈન્ડિગો વિશેના તેમના અનુભવને શેર કરતા, ડૉ. OBGYN (@drnngujarathi) એ ટ્વિટ કર્યું, "અદ્દભુત ઈન્ડિગો 6E અનુભવ: મારો 6 વર્ષનું  બાળક ભૂખ્યો હતો. કેબિન ક્રૂને વિનંતી કરી કે તેને કોઈ પણ ખોરાક આપો, જો કે હું તેના માટે ચૂકવણી કરવા તૈયાર છું. વિનંતી કરી, તેઓએ એમ કહીને ના પાડી દીધી કે તેઓ કોર્પોરેટ ગ્રાહકોને પહેલા સેવા આપશે. મારી પુત્રી આખી ફ્લાઇટ દરમિયાન રડતી રહી પરંતુ તેણે સેવા આપી ન હતી."




ઈન્ડિગોએ માંગી હતી માફી 
આ ટ્વીટના જવાબમાં ઈન્ડિગોએ જવાબમાં માફી માંગતા લખ્યું કે તેઓ આખા મામલાની તપાસ કરશે. મુસાફરની આ ફરિયાદ પર નેટીઝન્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે જ્યારે તમે 6 વર્ષના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમે ખાવા માટે કેમ કંઈ લાવ્યા નથી, એટલા માટે તમે આ આખા મામલામાં પહેલા ગુનેગાર છો. બીજી તરફ, અન્ય યુઝર્સે ઈન્ડિગો સ્ટાફના વર્તન પર નારાજગી વ્યક્ત કરતા તેમની કોમેન્ટ આપી છે.