Black Monday For Stock Market: સોમવારના રોજ શેરબજારમાં ભારે ઘટાડાની અસર સમગ્ર બજાર પર જોવા મળી રહી છે. તમામ ક્ષેત્રોમાં ધોવાણ જોવા મળી રહ્યું છે. પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં, સૌથી વધુ ખરાબ સ્થિતિ સ્ટાર્ટઅપ કંપનીઓ રહી છે જેણે 2021માં તેમના લિસ્ટિંગ દરમિયાન ધૂમ મચાવી દીધી હતી. સોમવારે નાયકા, Zomato, Paytm, પોલિસી બજાર અને કાર ટ્રેડના સ્ટોકમાં મોટો કડાકો જોવા મળ્યો છે.


Paytm 900 થી નીચે


Paytmના સ્ટોકમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. Paytmનો સ્ટોક 900 રૂપિયાની નીચે આવી ગયો છે. Paytmનો શેર 8 ટકાના ઘટાડા સાથે 885 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.


Zomato સ્ટોક સ્થિતિ


Zomatoનો સ્ટોક તેના લિસ્ટિંગ પછી પ્રથમ વખત રૂ. 100થી નીચે ગયો છે. સોમવારે, Zomato 18 ટકાથી વધુ ઘટ્યો અને તે રૂ. 91.60 પર ગયો. તમને જણાવી દઈએ કે Zomatoનો સ્ટોક તેના સર્વોચ્ચ સ્તરથી 44 ટકા નીચે આવ્યો છે.


નાયકાના સ્ટોકમાં ઘટાડો


તેના લિસ્ટિંગ સાથે ધૂમ મચાવનાર નાયકાના સ્ટોકમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નાયકનો શેર 11 ટકાના ઘટાડા સાથે 1778 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે.


કારટ્રેડ ટેકના સ્ટોકમાં પણ ધોવામ


કારટ્રેડ શેર્સમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી 50 ટકાથી વધુ ઘટ્યો છે. તેના IPOની કિંમત શેર દીઠ રૂ. 1618 હતી પરંતુ 4.20 ટકા ઘટીને રૂ.778 પર ટ્રેડ થઈ રહ્યો છે.


સ્થાનિક શેરબજારમાં જાણે ભૂકંપ આવી ગયો છે. આજે શેરબજારમાં 1200થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે અને સેન્સેક્સ 58,000ની નીચે આવી ગયો છે. રિયલ્ટી, મેટલ અને આઈટી ઈન્ડેક્સમાં ભારે ઘટાડાથી બજાર નીચે ખેંચાઈ ગયું છે. બેન્ક નિફ્ટીના 12માંથી 11 શેરોમાં લાલ નિશાન છે.


શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી આજે સેન્સેક્સના 30માંથી 30 શેરોમાં ભારે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીના 50 માંથી 49 શેરો મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજારમાં ચોતરફ ઘટાડાથી ભારે ગભરાટ છે અને રોકાણકારોમાં ભય જોવા મળી રહ્યો છે.