Share Market Closing on 07th November 2023: સતત ત્રણ દિવસ સુધી શેર બજારમાં ઉછાળો આવ્યા બાદ આજે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા, આજે ચોથા દિવસે શેરબજાર થોડી ધીમી ચાલ જોવા મળી હતી, બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મિશ્ર કારોબાર સાથે ખુલ્યા હતા, અને બંધ પણ નીચા લેવલ પર થયા હતા. કારોબારી દિવસના અંતે શેર બજારમાં બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.03 ટકાના ઘટાડા સાથે 16.29 પૉઇન્ટ ડાઉન રહ્યો અને 64,942.40ના સ્તરે બંધ રહ્યો હતો. આની સાથે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ઘટાડો આવ્યો હતો, દિવસના અંતે નિફ્ટી 0.03 ટકાના ઘટાડા સાથે 5.05 પૉઇન્ટ ઘટ્યો અને 19,406.70ના સ્તરે બંધ રહ્યો હતો. 


ત્રણ દિવસની તેજા બાદ મંદીનો માહોલ, મિડકેપ અને સ્મૉલકેપમાં રોનક 
ત્રણ દિવસના સતત ઉછાળા પછી ભારતીય શેરબજાર મંગળવારે 7 નવેમ્બરના રોજ નજીવા ઘટાડા સાથે બંધ થયું. પરંતુ આ ઘટાડા છતાં બેન્કિંગ અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે પણ ખરીદી ચાલુ રહી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 16 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 64,942 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 5 પોઈન્ટના ઘટાડા સાથે 19,406 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ફાર્મા, એફએનસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મીડિયા, રિયલ એસ્ટેટ, ઓટો સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધારો ચાલુ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 27 શૅર લાભ સાથે અને 23 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.


રોકાણકારોની સંપત્તિમાં થયો વધારો
શેરબજારમાં ઘટાડા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન 319.07 લાખ કરોડે પહોંચ્યું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 318.17 લાખ કરોડ હતું, એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 90,000 કરોડનો વધારો થયો છે.