Share Market Closing on 10th October 2023: ગઇકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો, આજે બજારમાં સારા એવા કારોબારો વચ્ચે ક્લૉઝિંગ થયુ હતુ. આજે કારોબારી દિવસના અંતે બન્ને મુખ્ય સૂચકાંકો તેજીમાં રહ્યાં હતા, બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.87ના વધારા સાથે 566.97 પૉઇન્ટ અપ રહીને 66,079.36 પર બંધ રહ્યો હતો, તો વળી, સામે નિફ્ટી પણ ઉછાળા સાથે બંધ થયો હતો. એનએસઇ સૂચકાંક નિફ્ટી દિવસના કારોબારના અંતે 0.91 ટકાના વધારા સાથે 177.50 ઉચકાયો અને 19,689.85ના સ્તરે બંધ રહ્યો હતો. 


ગઈકાલે એટલે કે સોમવારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી અને સપ્તાહના પ્રથમ દિવસે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ અને બંધ થયુ હતુ. જોકે, આજે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર સ્થિર છે અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતાં.


શેર માર્કેટ માટે મંગળ રહ્યો મંગળવાર, બેન્કિંગ, IT અને મિડકેપ સ્ટૉક્સમાં જોરદાર ખરીદદારી - 
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સોમવાર 9 ઑક્ટોબરે તીવ્ર ઘટાડાનો સામનો કર્યા પછી, મંગળવારે 10 ઑક્ટોબરે બજાર તેની ભવ્યતામાં પાછું આવ્યું. ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે, બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. બેન્કિંગ અને મિડ-કેપ શેરોએ આ વધારો કર્યો છે. સેન્સેક્સ ફરી 66,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 567 પોઈન્ટના ઉછાળા સાથે 66079 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 19,692 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટી બેંક અને નિફ્ટી પીએસયુ બેંકના શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી છે. જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે બંને શેરોના સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 4 ઘટ્યા હતા.