Share Market Closing on 11th October 2023: બુધવારે શેર માર્કેટમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો, સ્થાનિક શેરબજારે બુધવારે બિઝનેસની શાનદાર ક્લૉઝિંગ કરી છે. શરૂઆતના સેશન બાદ તમામ સેશનમાં મોટા શેરો ગ્રીનમાં રહ્યાં. માર્કેટમાં બન્ને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં નોંધપાત્ર વધારા સાથે ચઢ્યા હતા. કારોબારી દિવસના અંતે એનએસઇ સેન્સેક્સ 0.60 ટકાના વધારા સાથે 393.69 પૉઇન્ટ ઉછળીને 66,473.05 ના સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ વધારો જવા મળ્યો કારોબારના અંતે એનએસઇ નિફ્ટી 0.62 ટકાના વધારા સાથે 121.50 પૉઇન્ટ ઉછળીને 19,811.35ના સ્તરે બંધ રહ્યું હતુ. આમ આજે માર્કેટમાં તમામ મુખ્ય ઇન્ડેક્સના શેરો ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા હતા.


FMCG, બેન્કિંગ અને એનર્જી સ્ટૉક્સમાં ખરીદદારીના કારણે બજારમા તેજી 
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યા બાદ ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેશનમાં મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે. બેન્કિંગ, એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 393 પોઈન્ટના ઉછાળા સાથે 66,473 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121 પોઈન્ટના ઉછાળા સાથે 19,811 પોઈન્ટ પર બંધ થયો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.85 ટકાના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી એનર્જી 0.89 ટકા, મેટલ્સ, બેન્કિંગ, ફાર્મા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઓટો સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે IT અને PSU બેન્ક શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે અને 6 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 39 શૅર્સ લાભ સાથે અને 11 નુકસાન સાથે બંધ થયા હતા.


રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 321.61 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં 319.75 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 1.86 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.


ચઢતા-ઉતરતા શેર
આજના વેપારમાં વિપ્રો 3.39 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.09 ટકા, રિલાયન્સ 1.62 ટકા, એચયુએલ 1.57 ટકા, નેસ્લે 1.15 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે HCL ટેક 1.51 ટકા, TCS 0.42 ટકા, SBI 0.41 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.