Share Market Closing on 30th October 2023: ઘરેલ શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, સ્થાનિક બજારો સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ સાથે ખુલ્યા હતા, જોકે, કારોબારી દિવસના અંતે બન્ને ઇન્ડેક્સમાં જોરદાર તેજીનો પૂવન ફૂંકાયો હતો. વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતોની વચ્ચે આજે ભારતીય શેર બજારના બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ સોમવારે સારા માહોલમાં નિશાનમાં ટ્રેડિંગ કરી રહ્યાં હતા.
આજે ભારતીય શેર બજારમાં દિવસના અંતે મંદી હટી અને તેજીનો માહોલ શરૂ થયો હતો, કારોબારી દિવસના અંતે બજારના બન્ને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઉપર ચઢીને બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે કારોબારી દિવસના અંતે 0.52 ટકાના વધારા સાથે 329.85 પૉઇન્ટ અપ રહ્યો અને 64,112.65ના સ્તરે બંધ થયો હતો, જ્યારે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી આજે 0.49 ટકાના વધારા સાથે 93.65 પૉઇન્ટ ચઢ્યો અને 19,140.90ના સ્તરે બંધ રહ્યો હતો.
બેન્કિંગ અને રિલાયન્સના શેરોમાં ખરીદી, માર્કેટ તેજી સાથે બંધ
સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું છે. બેન્કિંગ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી રહી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોનો ઈન્ડેક્સ દિવસ દરમિયાન ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ બજાર બંધ થયા બાદ આ શેરોમાં ખરીદી પણ પહેલા પાછી ફરી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 330 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 194 પોઈન્ટના ઉછાળા સાથે 19,140 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 27 વધીને અને 23 ઘટીને બંધ થયા હતા.
આ કારણોસર બજારમાં આવ્યો ઘટાડો
ગયા સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારે સારી વાપસી કરી હતી. તે પહેલા સતત સાત દિવસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારનું દબાણ, FPIs દ્વારા સતત વેચવાલી, બીજા ક્વાર્ટરમાં કંપનીઓના નિરાશાજનક નાણાકીય પરિણામો અને અમેરિકામાં સરકારી બોન્ડ યીલ્ડમાં રેકોર્ડ વધારો જેવા પરિબળો સ્થાનિક બજારને નીચે લાવી રહ્યા હતા. સાત દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 3-3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.