Share Market Closing on 9th October 2023: શેર માર્કેટમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. કારોબારી દિવસના અંતે મુખ્ય બન્ને ઇન્ડેક્સ નીચલા સ્તરે બંધ રહ્યાં આ સાથે જ રોકાણકારોના હજારો કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા. પશ્ચિમી એશિયામાં હમાસના હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે, આ યુદ્ધની અસર ભારતીય શેર બજારો પર પડી રહી છે. આજે દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.73 ટકાના ઘટાડા સાથે 483.24 તુટ્યો અને 65,512.39ના સ્તરે બંધ રહ્યો હતો, તો વળી નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો, એનએસઇ નિફ્ટીમાં આજે 0.72 ટકાના ઘટાડા સાથે 141.15 પૉઇન્ટનો ઘટાડો આવ્યો અને નિફ્ટી 19,512.35ના સ્તેર બંધ રહ્યો હતો. આમ દિવસના અંતે બન્ને મુખ્ય ઇન્ડેક્સ તુટ્યા હતા. 


ઇઝરાયેલ અને હમાસના યુદ્ધથી શેર બજારમાં ડર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી. યુદ્ધની ચિંતા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 483 પોઈન્ટના ઘટાડા સાથે 65,512 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 141 પોઈન્ટના ઘટાડા સાથે 19,512 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારથી જ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહેલો આઈટી ઈન્ડેક્સ પણ નીચે સરકી ગયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ 1.34 ટકાના ઘટાડા સાથે 39,744 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.78 ટકાના ઘટાડા સાથે 12,609 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 27 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 7 શૅર લાભ સાથે અને 43 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.