Share Market Crash: મોટાભાગના એશિયન બજારોમાં રોનક વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પણ હાહાકાર મચી ગયો. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટી ગયો, તો નિફ્ટી પણ ઘટીને 22550 ની નીચે આવી ગયો. જોકે, બ્રોડર લેવલ પર મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી સ્મોલકેપ 100 ફ્લેટ ગ્રીન છે પરંતુ નિફ્ટી મિડકેપ 100 માં લગભગ અડધા ટકાનો ઘટાડો છે. આ મિશ્ર માહોલમાં દલાલ સ્ટ્રીટ પર પ્રારંભિક કારોબારમાં જ BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ₹3 લાખ કરોડથી વધુ ઘટી ગઈ, એટલે કે રોકાણકારોની સંપત્તિ ₹3 લાખ કરોડથી વધુ ઘટી ગઈ છે. 

Continues below advertisement

 

Continues below advertisement

હાલમાં 09:38 AM પર સેન્સેક્સ (Sensex) 720.73 પોઈન્ટ એટલે કે 0.98% ના ઘટાડા સાથે 72,877.94 અને નિફ્ટી 50 (Nifty 50) 182.80 પોઈન્ટ એટલે કે 0.80% ના ઘટાડા સાથે 22,566.95 પર છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 826.19 પોઈન્ટ તૂટીને 72,772.48 અને નિફ્ટી 209.05 પોઈન્ટ ઘટીને 22,540.70 સુધી આવી ગયો હતો.

આ પણ વાંચો....Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી

બુધવારે લાખો રોકાણકારો માટે આતુરતાથી રાહ જોવાતી ક્ષણનો આખરે અંત આવ્યો હતો. Jio Platforms ના શેરોએ સ્ટોક એક્સચેન્જમાં જોરદાર શરૂઆત કરી હતી. કંપનીના ₹30,200 કરોડના મેગા IPO એ ઝડપથી રોકાણકારોનો ખજાનો ભર્યો હતો. આ IPO માં શેર ફાળવવામાં આવેલા નસીબદાર રોકાણકારોએ પહેલા જ દિવસે નોંધપાત્ર નફો મેળવ્યો હતો. 

 

1358 પર લિસ્ટિંગ, એક લોટ પર કેટલી કમાણી કરી?

કંપનીએ તેના IPO માટે 1119 રૂપિયાની ઉપલી કિંમત બેન્ડ નક્કી કરી હતી. બુધવારે બજાર ખુલ્યું ત્યારે Jio Platformના શેર 1358 પર લિસ્ટિંગ થયા, જે 21.35% પ્રીમિયમ હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોને પ્રતિ શેર ₹239નો નોંધપાત્ર નફો મળ્યો હતો.

આ IPOની લોટ સાઈઝ 12 ઇક્વિટી શેર હતી. આ રીતે જે રોકાણકારોને એક પણ લોટ ફાળવવામાં આવ્યો હતો તેમને લિસ્ટિંગ પર ₹2,868નો સીધો નફો મળ્યો. લિસ્ટિંગ પહેલાં તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹247ની આસપાસ ફરતો હતો, જેના કારણે ₹1,366ની આસપાસ લિસ્ટિંગ કિંમતની અપેક્ષા હતી. વાસ્તવિક લિસ્ટિંગ કિંમત પણ આ અંદાજની ખૂબ નજીક આવી ગઈ હતી.