HDFC Bank-HDFC Share Update: 4 એપ્રિલ, 2022ના રોજ, HDFC અને HDFC બેંક મર્જ થઈ જશે તેવા સમાચાર આવ્યા કે તરત જ બંને નાણાકીય સંસ્થાઓમાં રોકાણ કરનારા રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. આ સમાચાર સાંભળી આવતા જ બન્ને કંપનીના સ્ટોકમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. HDFC અને HDFC બેંકના શેરમાં ઐતિહાસિક વધારો થયો હતો. પરંતુ આ સમાચાર આવ્યા બાદ છેલ્લા બે સપ્તાહમાં એચડીએફસી ગ્રૂપની બંને નાણાકીય સંસ્થાઓના શેર એટલા ઝડપથી તૂટ્યા છે કે રોકાણકારોને હવે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. 4 એપ્રિલથી બંને કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 2.70 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.


4 એપ્રિલે, જે દિવસે HDFC બેન્ક સાથે ADFCના વિલીનીકરણના સમાચાર બહાર આવ્યા બાદ શેરમાં જબરદસ્ત ઉછાળાને કારણે HDFC બેન્કની માર્કેટ મૂડી રૂ. 9.18 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. HDFCનું માર્કેટ કેપિટલાઇઝેશન 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બંને કંપનીઓને સરવાળો કરીએ તો વેલ્યૂ વધીને રૂ. 14.18 લાખ કરોડથી વધુ થઈ ગઈ હતી. પરંતુ જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી રોકાણકારો બંને નાણાકીય સંસ્થાઓના શેર સતત વેચી રહ્યા છે. જે બાદ બંને કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને 11.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે બંને કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2.70 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.


આ ઐતિહાસિક મર્જરની જાહેરાતે શેરબજારના સમીકરણો બદલી નાખ્યા હતા. બે એચડીએફસી જાયન્ટ્સને જોડીને, ટીસીએસ માર્કેટ કેપિટેશનની દ્રષ્ટિએ શેરબજારની બીજી સૌથી મોટી કંપનીઓમાંની એક હતી. મર્જરની જાહેરાત પછી HDFC બેન્ક અને HDFC બંનેના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યા પછી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માર્કેટ કેપિટેશનની દ્રષ્ટિએ પછાડીને બીજી સૌથી મોટી કંપની બની હતી. પરંતુ TCS ફરી બીજી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ હાલમાં 12.91 લાખ કરોડ રૂપિયા છે. માર્કેટ કેપના સંદર્ભમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 17.86 લાખ કરોડ સાથે દેશની નંબર વન કંપની છે.


HDFC બેંકે 4 એપ્રિલે કહ્યું હતું કે મર્જર પ્લાન વિવિધ નિયમનકારી મંજૂરીઓને આધીન છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત ડીલ હેઠળ, HDFC લિમિટેડના દરેક 25 ઇક્વિટી શેર માટે, HDFC બેન્કના 42 ઇક્વિટી શેર્સ પ્રાપ્ત થશે. પ્રસ્તાવિત ટ્રાન્ઝેક્શન HDFC બેંકને તેનો હોમ લોન પોર્ટફોલિયો બનાવવામાં અને તેના હાલના ગ્રાહક આધારને વધારવામાં મદદ કરશે.