શોધખોળ કરો

બજારમાં મંદી દરમિયાન કેવી રીતે કરવું રોકાણ? SIP અને Lump Sum વચ્ચે યોગ્ય પસંદગી શું? જાણો વિગતે

જ્યારે શેરબજારમાં ઘટાડો થાય છે, ત્યારે ઘણા રોકાણકારો તેને રોકાણની તક તરીકે જુએ છે અને ઓછા ભાવે રોકાણ કરવાની યોજના બનાવે છે. ચાલો આ વિશે વધુ જાણીએ...

SIP vs Lump sum Investment:  શેરબજારમાં જ્યારે ઘટાડો આવે છે ત્યારે ઘણા રોકાણકારો તેને રોકાણની તક માને છે અને ઓછી કિંમતે પૈસા રોકવાનું આયોજન કરે છે. આવા સમયે અવારનવાર એ પ્રશ્ન ઉભો થાય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ (Lump sum) રોકાણ કરવું વધુ સારું રહેશે કે પછી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા ધીરે ધીરે પૈસા રોકવા યોગ્ય રહેશે. વાસ્તવમાં, બંને રીતોના પોતપોતાના ફાયદા છે. લમસમ રોકાણમાં પૂરેપૂરી રકમ એકસાથે રોકવામાં આવે છે, જ્યારે SIP માં નિર્ધારિત અંતરે નાની રકમનું રોકાણ કરવામાં આવે છે.

Lump sum અને SIP રોકાણ વચ્ચે શું તફાવત છે?

બજારમાં ઘટાડાને નિષ્ણાતો ઘણીવાર રોકાણની સારી તક માને છે, પરંતુ તે કહેવું મુશ્કેલ હોય છે કે આ ઘટાડો કેટલા સમય સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં રોકાણની બે સામાન્ય રીતો સામે આવે છે: લમસમ રોકાણ અને SIP. લમસમ રોકાણમાં રોકાણકાર પૂરેપૂરી રકમ એક જ વારમાં રોકી દે છે, જ્યારે SIP માં દર મહિને એક નક્કી કરેલી રકમ ધીરે ધીરે રોકવામાં આવે છે.

બજારમાં ઘટાડા સમયે SIP યોગ્ય છે

જ્યારે પણ બજારમાં ઘટાડો આવે છે ત્યારે રોકાણકારોના મનમાં એ પ્રશ્ન આવે છે કે લમસમ પૈસા રોકવા જોઈએ કે SIP દ્વારા રોકાણ ચાલુ રાખવું જોઈએ. આ વિષયમાં બજારના જાણકારોનું કહેવું છે કે, ઘટતા બજારમાં SIP એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. આની પાછળનું કારણ એ છે કે ઘટતા બજારમાં લમસમ રોકાણની વેલ્યુ ઘટી શકે છે, જેથી રિકવરી કરવામાં સમય લાગે છે. બીજી તરફ, SIP દ્વારા રોકાણ કરવાથી પર્ચેઝ પ્રાઈઝ એવરેજ રહે છે.

આને એક ઉદાહરણથી સમજીએ, જો કોઈ વ્યક્તિ SIP દ્વારા 6 માર્ચના રોજ રોકાણ કરે છે અને તે સમયે નિફ્ટી 24,500 રૂપિયા પર હતી. આવતા મહિને તે જ તારીખે નિફ્ટીમાં ઘટાડો થાય અને તે સમયે નિફ્ટી 24,000 ના લેવલ પર ટ્રેડ કરી રહી હોય, તો રોકાણકારને અગાઉ કરતા વધુ યુનિટ્સ એલોટ થશે. રોકાણકારોને આનાથી વિપરીત રિઝલ્ટ પણ મળી શકે છે.

બંને રીતોને ભેગી કરીને પણ રોકાણ કરી શકાય છે

કેટલાક રોકાણકારો એવા પણ હોય છે જેમની પાસે લમસમ રોકાણ કરવા માટે પૈસા હોય છે, પરંતુ તેઓ પૂરેપૂરી રકમ એક જ વારમાં રોકવાનું ટાળે છે. આવા રોકાણકારો સામાન્ય રીતે થોડી રકમ એકસાથે રોકી દે છે અને બાકીના પૈસાને SIP દ્વારા દર મહિને ધીરે ધીરે રોકે છે.

આ રીતથી તેમને કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળી શકે છે. જોકે જાણકારોનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે રોકાણ કરી રહી હોય, તો તે પોતાની સુવિધા અને વ્યૂહરચના અનુસાર આ બંનેમાંથી કોઈ પણ એક રીતને પસંદ કરી શકે છે.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત સૂચના હેતુ માટે આપવામાં આવી રહી છે. અહીં એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા રોકવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver: ચાંદી ₹5,700 સસ્તી થઈ, સોનાની કિંમતમાં પણ ફેરબદલ, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદી ₹5,700 સસ્તી થઈ, સોનાની કિંમતમાં પણ ફેરબદલ, જાણો લેટેસ્ટ કિંમત 
ITR માં છુપાવી આ વાત, કર્મચારી પર ઇનકમ ટેક્સે ફટકાર્યો 10 લાખનો દંડ, કોર્ટ પહોંચ્યો મામલો
ITR માં છુપાવી આ વાત, કર્મચારી પર ઇનકમ ટેક્સે ફટકાર્યો 10 લાખનો દંડ, કોર્ટ પહોંચ્યો મામલો
Loan: જો 1 વર્ષ માટે 1 લાખ રૂપિયાની Loan લેવી હોય તો કેટલી ચૂકવવી પડશે EMI, કેટલું લાગશે વ્યાજ ?
Loan: જો 1 વર્ષ માટે 1 લાખ રૂપિયાની Loan લેવી હોય તો કેટલી ચૂકવવી પડશે EMI, કેટલું લાગશે વ્યાજ ?
Iran War: ઈરાન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો, ડૉનાલ્ડ ટ્રમ્પ મોટું કારણ! 
Iran War: ઈરાન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો, ડૉનાલ્ડ ટ્રમ્પ મોટું કારણ! 
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં પોલીસ કર્મચારી પર દારૂના નશામાં છાકટો બન્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | માલામાલ 'પાર્ટી'|
Hun To Bolish | હું તો બોલીશ | સભાઓ કરો પણ સમસ્યાઓ તો ઉકેલો!
Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર
DyCM Harsh Sanghavi: લુખ્ખા ટપોરીઓ બાદ હવે બીજાનો વારો છેઃDyCM ની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ  
Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ  
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
Parliament Session 2026: 'આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ચૂંટણી નકશાને બદલવાનું કાવતરું,' રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ પર સરકારને ઘેરી
Parliament Session 2026: 'આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ચૂંટણી નકશાને બદલવાનું કાવતરું,' રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ પર સરકારને ઘેરી
India Weather: દિલ્હીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

Embed widget