SME IPO Conclave: શહેરના ઉદ્યોગસાહસિકોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અને IPO દ્વારા લિસ્ટિંગના લાભો શેર કરવા માટે, આજ સુધી 80+ SME લિસ્ટિંગ સાથે SME IPO સ્પેસમાં અગ્રણી ખેલાડી હેમ સિક્યોરિટીઝ દ્વારા SME IPO કોન્ક્લેવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.


કોણ કોણ રહ્યું ઉપસ્થિત


આ કોન્કલેવમાં  નીતિન પારેખ, સીએફઓ - ઝાયડસ લાઇફ સાયન્સીસ લિમિટેડ, હેમ સિક્યોરિટીઝ લિ.ના ડિરેક્ટરો -  ગૌરવ જૈન અને  પ્રતિક જૈન આ પ્રસંગના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  સુજય કેવલ રામાણી,  જયેશ તાઓરી, યશ શાહ, અને સીએ ચેતન જગતીયા આ કોન્કલેવમાં નિષ્ણાત પેનાલીસ્ટ તરીકે હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં સમગ્ર SME ફંડિંગ ઇકોસિસ્ટમ જેમ કે SME પ્રમોટર્સ, માર્કી ઇન્વેસ્ટર્સ, સ્ટોક એક્સચેન્જ, મર્ચન્ટ બેન્કર, નાણાકીય મધ્યસ્થીઓ વગેરે એક જ છત્ર નીચે ઉપલબ્ધ હતાં.


અનુભવો કર્યા શેર


આ ઇવેન્ટમાં અસરકારક રીતે આવરી લેવામાં આવ્યું હતું કે SME વ્યવસાયોને કેવી રીતે લિસ્ટિંગ વેલ્યુએશન અને સંપત્તિ સર્જનને અનલૉક કરવામાં મદદ કરી શકે છે, અને લિસ્ટિંગ પછી વૃદ્ધિની સફર અને પહેલેથી જ સૂચિબદ્ધ કંપનીઓના અનુભવો શું હોઈ શકે છે. આ કાર્યક્રમમાં નોલેજમરીન એન્જિનીયરીગ વર્કસ લિ., દેવ ઈન્ફર્મેશન ટેકનોલોજીસ લિ., હિન્દપ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ લિ., આર્ટ નિર્માણ લિ., બહેતી રીસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ., ગ્લોબ ટેક્ષટાઈલ્સ લિ., જેવી લિસ્ટેડ થયેલી કંપનીઓ અને લિસ્ટિંગ માટે આવી રહેલી કાકા ઈન્ડસ્ટ્રીઝ લિ. ના અનુભવો શેર કરવામાં આવ્યા હતા.


શું છે ઉદ્દેશ


આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય SME ઉદ્યોગ સાહસિકોની IPO વિશેની ગેરમાન્યતાઓને દૂર કરવાનો, લિસ્ટેડ SMEની સફળતાની ગાથાઓ પર પ્રકાશ પાડવાનો હતો અને 25 કરોડના લઘુત્તમ ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને ટકાઉ હાંસલ કરવા માટે તેમની કંપનીઓને સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવા માટે જરૂરી પગલાં લેવા પ્રોત્સાહિત કરવાનો હતો.


આ કાર્યક્રમમાં શહેરના 225 ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી, જેમણે તેમના વ્યવસાયને સૂચિબદ્ધ કરવા અને નજીકના ભવિષ્યમાં અનેકગણો વિકાસ કરવા તેમની રુચિ અને પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.