એસેમએસમાં સ્ક્રબિંગ પોલિસી લાગુ થવાથી સોમવારથી મોબાઈલ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. તેનાથી ઈ-કોમર્સ કંપનીઓ અને બેંકો તરફતી ગ્રાહકોને ઓટીપી ન મોકલી શકાયા. માટે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન ન થઈ શક્યા. ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરતાં ટ્વીટ કર્યા. આ મુશ્કેલી ટ્રાઈ તરફતી એસએમએસ સાથે જોડાયેલ નવી ગાઈડલાઈન્સ લાગુ કરવાથી આવી છે. તેને સ્ક્રબિંગ પોલિસી કહે છે, જેમાં દરેક એસએમએસ કન્ટેન્ટને મોકલતા પહેલા વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. સોમવારે આ ગાઈડલાઈન્સ લાગુ થઈ ગઈ, જેના કારણે વેરિફાઈડ ન થયેલા અને અન રસિસ્ટર્ડ એસએમએસ મોકલી ન શકાયા. 


ઓટીપી ન મળવાથી નથી થઈ રહ્યા ફંડ ટ્રાન્સફર


નવા એસએમએસએસ રેગ્યુલેશન લાગુ થયાથી મોટી સંખ્યામાં ઓટીપી મોકલી ન શકાય. બેંકોની પાસે ફરિયાદોની લાઈન લાગી ગઈ. જે ગ્રાહકોને ફંડ ટ્રાન્સફર કરવાના હતા તેમને ઓટીપી મળ્યા જ નહીં જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બેન્કિંગ સૂત્રોનું કહેવું છે કે, આ પોલિસી યોગ્ય રીતે લાગુ નથી થઈ શકી જેના કારણે આ મુશ્કેલી આવી રહી છે. જ્યારે ટ્રાઈનું કહેવું છે કે ઇન્ટરનેટ ફ્રોડથી બચવા માટે આ પોલિસી અપનાવવામાં આવી છે. 


વાત એમ છે કે, ટેલી માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને મોકલવામાં આવેલ ઓટીપીને મંજૂરી વગર જ મેળવી લેદી હતી. તેનાથી ગ્રાહકો સાથે ફ્રોડ થવાની શક્યતા વધી જતી હી. તેને રોકવા માટે એસએમએસ વેરિફિકેશનની નીતિ અપનાવવામાં આવી. પરંતુ આ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરવાને કારણે ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. 


ટેલીકોમ કંપનીઓએ કંપનીઓને પહેલા જ સૂચના આપી હતી


આ મુદ્દે ટેલીકોમ કંપનીઓએ કહ્યું હતું કે, તેમણે જુદી જુદી ઈ કોમર્સ કંપનીઓ અને બેંકોને કહ્યું હતું કે, તે કન્ટેન્ટ કટમ્પલેટનું રજિસ્ટ્રેશન 7 માર્ચ સુધીમાં પૂરી કરી લે. પરંતુ કંપનીઓએ તેને પૂરું કર્યું નહીં. માટે તેમના ગ્રાહકોને ઓટીપી મોકલી ન શકાયા. હાલમાં ગ્રાહકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં એ ખબર નથી કે આ સમસ્યા ક્યાં સુધીમાં પૂરી થશે.