વિદેશી મીડિયા અનુસાર, ભારતના પડોશી દેશ શ્રીલંકન બેંકોએ વોસ્ટ્રો એકાઉન્ટ્સ તરીકે ઓળખાતા વિશેષ રૂપિયાના ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલ્યા છે.  એવા અહેવાલો સામે આવ્યા છે,  આ શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના કહેવાના થોડા દિવસો પછી સામે આવ્યું કે તેઓ શ્રીલંકામાં વિદેશી ચલણ તરીકે રૂપિયોની (INR) મંજૂરી માટે  ભારતીય રિઝર્વ બેંકની રાહ જોઈ રહ્યા છે. 

Continues below advertisement

શ્રીલંકાએ સાર્ક ક્ષેત્રમાં વેપાર અને પર્યટનને સુવિધાજનક બનાવવા અને તેને વધારવા માટે  આરબીઆઈને વિનંતી કરી હતી.

તેનો મતલબ એ છે કે શ્રીલંકાના નાગરિકો હવે  ફિઝિકલ રીતે $10,000 (INR 8,26,823) રાખી શકે છે.

Continues below advertisement

આનો અર્થ એ પણ છે કે શ્રીલંકન અને ભારતીયો એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે યુએસ ડોલરને બદલે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકે છે.

આ વર્ષે જૂલાઈથી ભારત સરકાર ડોલરની અછત ધરાવતા દેશોને પોતાના રૂપિયા સેટલમેન્ટ મિકેનિઝમમાં લાવવાનું વિચારી રહી છે.

તેની પાછળનું કારણ એ છે કે શ્રીલંકામાં INR ને કાનૂની ચલણ તરીકે નિયુક્ત કરવાથી દેશને યુએસ ડૉલરની અપૂરતી ઉપલબ્ધતા વચ્ચે તેની આર્થિક કટોકટીનો સામનો કરવામાં મદદ કરવા માટે ખૂબ જ જરૂરી લિક્વિડિટી સપોર્ટ મળશે.