દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે જેથી કરીને લોકો બેંકિંગ ફ્રોડથી સુરક્ષિત રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટાઇઝેશનનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે SBI નવા નિયમો લાવતી રહે છે. થોડા દિવસો પહેલા SBIએ તેના ગ્રાહકોને માહિતી આપતા કહ્યું હતું કે બેંક ATM દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચવા માટે ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા બેંક દ્વારા 1લી જાન્યુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સાથે ગ્રાહકોને સાયબર ફ્રોડથી રક્ષણ મળે છે.


SBI એટીએમમાંથી રોકડ ઉપાડવાનો નિયમ શું છે?
તમને જણાવી દઈએ કે ATMમાં થતી છેતરપિંડીથી બચવા માટે sbi બેંક ATMમાંથી મોટી રકમ ઉપાડવા પર OTP દાખલ કરવાની સુવિધા આપે છે. આ નિયમ અનુસાર જો કોઈ ગ્રાહક 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડ કરે છે, તો તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી ગ્રાહકે પોતાનો પિન અને ઓટીપી એન્ટર કરવાનો રહેશે. આ પછી તમે સરળતાથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો.


 






SBIએ ટ્વિટ કરીને ગ્રાહકોને આ માહિતી આપી
તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સુવિધા વિશે માહિતી આપતા, SBIએ કહ્યું કે SBIનો OTP આધારિત રોકડ વ્યવહાર સાયબર ફ્રોડ કરનારા લોકો માટે રસીકરણની જેમ કામ કરે છે. અમારી પ્રથમ પ્રાથમિકતા અમારા ગ્રાહકોને બેંકિંગ ગુનાથી બચાવવાની છે.


આ રીતે SBI ATM થી કરો રોકડ વ્યવહાર
1)10 હજારથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરવા પર, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
2) ત્યારબાદ  ATM મશીનમાં OTP દાખલ કરો.
3) ત્યારબાદ તમે એટીએમમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો.