Stock Market Closing: વ્યાપારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર લાલ નિશાન પર બંધ રહ્યો. BSE પર સેન્સેક્સ 36 અંકના ઘટાડા સાથે 79,960.38 પર બંધ થયો. જ્યારે NSE પર નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 24,320.55 પર બંધ થયો.


આજના વેપાર દરમિયાન રેલ વિકાસ નિગમ, રાષ્ટ્રીય કેમિકલ્સ, ભારતીય રેલવે ફાઇનાન્સ, ઇરકોન ઇન્ટરનેશનલ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ રહ્યા. જ્યારે એલેકોન એન્જિનિયરિંગ કંપની, જે એન્ડ કે બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, રેડિકો ખેતાન નિફ્ટી પર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ રહ્યા.


સેન્સેક્સ પર ITC, HUL, વિપ્રો, નેસ્લે અને ટાટા મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ રહ્યા, જ્યારે ટાઇટન કંપની, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ રહ્યા.


BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર સ્તરે બંધ થયા. ક્ષેત્રીય મોરચે પર, કેપિટલ ગુડ્સ, FMCG અને ઓઇલ એન્ડ ગેસમાં 0.6થી 1.5 ટકાનો વધારો થયો, જ્યારે ઓટો, બેંક, હેલ્થકેર, મેટલ, પાવર, ટેલિકોમમાં 0.4થી 0.8 ટકાનો ઘટાડો આવ્યો.





ભારતીય શેર બજારનું માર્કેટ કેપ સતત બીજા સત્રમાં 450 લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી ગયું હતું જોકે બજાર બંધ થતાં તે નીચે આવી ગયું. આજના કારોબારી સત્રમાં BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 449.87 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 349.88 લાખ કરોડ રૂપિયા ઉપર બંધ થયું હતું. એટલે કે બજારનું માર્કેટ કેપ પણ ફ્લેટ રહ્યું.


BSE પર 4169 શેરોની ટ્રેડિંગ થઈ જેમાં 1802 શેરો તેજી સાથે તો 2257 શેરો ઘટીને બંધ થયા. 110 સ્ટોક્સના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજના કારોબારમાં FMCG સ્ટોક્સ ITC 2.27 ટકા, HUL 1.55 ટકા, નેસ્લે 1.28 ટકાની તેજી સાથે બંધ થયા છે. આ ઉપરાંત HCL ટેક 0.92 ટકા, ટાટા મોટર્સ 0.87 ટકા, ઇન્ફોસિસ 0.72 ટકા, રિલાયન્સ 0.69 ટકા, ટેક મહિન્દ્રા 0.40 ટકા, ભારતી એરટેલ 0.34 ટકાની તેજી સાથે બંધ થયા છે. ઘટાડા વાળા સ્ટોક્સમાં ટાઇટન 3.54 ટકા, અદાણી પોર્ટ્સ 1.65 ટકા, ટાટા સ્ટીલ 1.30 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.31 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.








ભારતીય શેર બજારના સૂચકાંકો સોમવારે નીચે ગયા, જેનું કારણ જ્વેલરી અને ઘડિયાળ નિર્માતા ટાઇટનમાં ત્રિમાસિક વેચાણમાં નિરાશાજનક વૃદ્ધિ પછી આવેલો ઘટાડો હતો. દરમિયાન, નાના અને મધ્યમ કદના શેરોએ તેમની નોંધપાત્ર તેજી ચાલુ રાખી, જે મજબૂત રિટેલ પ્રવાહથી પ્રેરિત હતી, જેનાથી તેમની રેકોર્ડ તેજી ચાલુ રહી.




વ્યાપારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર સપાટ પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 73 અંકના ઘટાડા સાથે 79,923.07 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 24,329.45 પર ખુલ્યો.