Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં ઉથલ પાથલ જોવા મળી હતી. એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. IT બાદ ફાઇનાન્સ શેરોમાં સૌથી વધુ ધબડકો જોવા મળ્યો છે. આજે મેટલ, ઓટો શેરો પણ બજારમાં દબાણ હેઠળ કારોબાર કર્યો હતો. આજે ભારે કડાકા બાદ સેન્સેક્સ 60 હજાર નીચે આવી ગયો છે.
ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે પણ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023ના પાંચ ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 452.90 પોઈન્ટ ઘટીને 60,000ની નીચે 59,900.37 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 132.70 પોઈન્ટના ઘટાડા સાથે 17,859.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્મ સ્તર | બદલાવ (ટકાવારી |
BSE Sensex | 59,879.37 | 60,537.63 | 59,669.91 | -0.79% |
BSE SmallCap | 28,777.27 | 29,049.21 | 28,693.37 | -0.75% |
India VIX | 15.03 | 15.44 | 14.6225 | 0.0028 |
NIFTY Midcap 100 | 31,420.20 | 31,735.95 | 31,305.80 | -0.76% |
NIFTY Smallcap 100 | 9,656.05 | 9,753.25 | 9,616.30 | -0.81% |
NIfty smallcap 50 | 4,326.95 | 4,366.60 | 4,308.40 | -0.73% |
Nifty 100 | 18,013.95 | 18,200.30 | 17,951.80 | -0.75% |
Nifty 200 | 9,439.35 | 9,533.95 | 9,407.00 | -0.75% |
Nifty 50 | 17,859.45 | 18,047.40 | 17,795.55 | -0.74% |
ટોપ લુઝર્સ
બજારમાં ચારેબાજુ વેચાણને કારણે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ 2% ઘટીને અઢી મહિનામાં તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. NBFC અને બેન્ક શેરો પણ દબાણમાં આવ્યા હતા. ડાબર ઈન્ડિયાના Q3 અપડેટ પછી પણ FMCG શેરમાં ઘટાડો થયો છે.
ટોપ ગેઈનર્સ
માર્કેટની ગતિવિધિ
એશિયન બજારોમાં સવારે જોવા મળ્યો મિશ્ર
એશિયાના કેટલાક બજારો આજે સવારે ઘટાડા પર ખુલીને કારોબાર કરી રહ્યા હતો, જ્યારે કેટલાક બજારોમાં તેજી જોવા મળી હતી. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.10 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.26 ટકા તૂટ્યો હતો. જો કે હોંગકોંગનું માર્કેટ 0.40 ટકા અને તાઈવાનમાં 0.06 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.70 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.19 ટકાના વધારા સાથે ટ્રેડ થયો હતો.
વિદેશી રોકાણકારોએ ફરીથી શેર વેચ્યા
ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 1,449.45 કરોડના શેરનું વેચાણ કરીને નાણાં પાછા ખેંચ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 194.09 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.