Stock Market Closing, 13rd September 2023: ભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો, માર્કેટમાં આજે બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલી લેવર કારોબાર કરી રહ્યાં હતાં, દિવસના અંતે માર્કેટમાં જોરદાર વેચવાલી અને લેવાલી જોવા મળી. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.37 ટકાના ઉછાળા સાથે 245.86 પૉઇન્ટ અપ રહ્યો અને 67,466.99ના સ્તરે બંધ થયો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ કારોબારમાં તેજી જોવા મળી, નિફ્ટી 0.38 ટકાના વધારા સાથે 76.80 પૉઇન્ટના ઉછાળા સાથે 20,070.00ના સ્તરે બંધ રહ્યો હતો. આજે માર્કેટમાં ઓવરઓલ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 


મંગળવારના ઘટાડા બાદ ભારતીય શેરબજાર બુધવારે ટ્રેડિંગ સેશનમાં શરૂઆતી આંચકા બાદ તેજી સાથે બંધ થયું હતું. આજે પણ દિવસના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થાય તે પહેલા રોકાણકારોની ખરીદીને કારણે રિકવરી જોવા મળી હતી અને મિડકેપ અને સ્મૉલ ઈન્ડેક્સ ગ્રીનમાં પાછા ફર્યા હતા. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 246 પૉઈન્ટના ઉછાળા સાથે 67,467 પૉઈન્ટ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 77 પૉઈન્ટના ઉછાળા સાથે 20,070 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 400 પૉઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. જ્યારે ઓટો અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ ગ્રીન કલરમાં બંધ રહ્યો હતો પરંતુ દિવસ દરમિયાન ઈન્ડેક્સ 570 પૉઈન્ટ તૂટ્યો હતો. સ્મૉલકેપ ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો, પરંતુ બંને ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં બંધ થયા હતા.