Stock Market Closing, 14th November 2022:  ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો છે. વેચવાલી નીકળતાં ભારતીય બજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. સેન્સેક્સ 170.89 અને નિફ્ટી 20.55 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા છે. સવારે બેન્ક નિફ્ટીમાં જોવા મળેલો ઉછાળો દિવસના ટ્રેડિંગમાં ગાયબ થઈ ગયો અને તે ઘટાડા સાથે બંધ થયો.

આજે બજાર કયા સ્તરે બંધ થયું?

આજના કારોબારમાં BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 170.89 પોઈન્ટ્સ અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 61,624.15 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 20.55 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 18,329.15 પર બંધ થવામાં સફળ રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 18 શેરના ભાવ વધ્યા હતા અને 12 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેરો બંધ થવામાં સફળ રહ્યા હતા અને 24 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

કયા સેક્ટરમાં તેજી

નિફ્ટીના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો ઓટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર ઈન્ડેક્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિના લીલા નિશાન સાથે બિઝનેસ બંધ થયો છે. બેંકો, નાણાકીય સેવાઓ, એફએમસીજી, મીડિયાની સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સ ઘટાડા સાથે બંધ થયા.

આજે આ શેરના વધ્યા ભાવ

આજે કોટક બેન્ક 1.26 ટકા, ટાટા સ્ટીલ 1.07 ટકા, પાવરગ્રીડ 1.05 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.04 ટકા અને ઇન્ફોસિસ 0.89 ટકાના ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહી છે. આ સિવાય જો આપણે અન્ય શેરોની વાત કરીએ તો HCL ટેક, મારુતિ, TCS, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, એચડીએફસી, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફિનસર્વમાં વધારો નોંધાયો છે.

આ શેરના ઘટ્યાં ભાવ

આજે ઘટી રહેલા સેન્સેક્સ શેરોમાં ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, L&T, M&M, વિપ્રો, ટાઇટન, NTPC, બજાજ ફાઇનાન્સ, નેસ્લે, ICICI બેન્ક, SBI, HUL, ITC અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ઘટાડા પર બંધ થયા છે.

ક્રિપ્ટોમાં પણ કડાકો

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં છેલ્લા અઠવાડિયાથી ઘટી રહેલો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં 5.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને બીજા નંબરની ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમમાં 6.43 ટકાનો ઘટાડો નોંધાયો છે.