Stock market Closing 15th september: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. બજાજ ઓટો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, M&M, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં ટોપ ગેનર હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 67,838.63 | 67,927.23 | 67,614.42 | 00:06:46 |
BSE SmallCap | 37,828.56 | 38,008.11 | 37,744.33 | 0.27% |
India VIX | 10.90 | 11.32 | 10.07 | -3.67% |
NIFTY Midcap 100 | 40,829.90 | 40,982.75 | 40,711.60 | 0.28% |
NIFTY Smallcap 100 | 12,793.75 | 12,859.35 | 12,748.70 | 0.41% |
NIfty smallcap 50 | 5,865.90 | 5,895.60 | 5,845.10 | 0.51% |
Nifty 100 | 20,108.40 | 20,136.30 | 20,048.75 | 0.42% |
Nifty 200 | 10,763.60 | 10,779.35 | 10,733.65 | 0.40% |
Nifty 50 | 20,192.35 | 20,222.45 | 20,129.70 | 0.44% |
ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 30 શેરમાં વધારો અને 30માં ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.20 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 322.17 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે. આમ માર્કેટમાં સતત તેજી જોવા મળતા રોકાણકારો ખુશ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. તેથી રોકાણકારોમી સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે.
સેન્સેક્સ વ્યૂ
ટોપ લૂઝર્સ
ટોપ ગેઈનર્સ