Stock Market Closing, 16th February, 2023: ગુરુવારે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ થયું છે. જોકે સતત ત્રીજા દિવસે શેરબજાર વધારા સાથે બંધ થયું. વોલેટાલિટીના કારણ આજે બજાર સપાટ સ્તરે બંધ થયું.
સેન્સેક્સમાં કેટલો થયો વધારો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 44.42 પોઇન્ટના વધારા સાથે 61319.51 પોઇન્ટ, નિફ્ટી 20 પોઇન્ટના વધારા સાથે 18035.85 પોઇન્ટ પર બંધ થયા. બુધવારે સેન્સેક્સ 242.83 પોઇન્ટના વધારા સાથે 61,275.09 પોઇન્ટ પર, નિફ્ટી 86 પોઇન્ટ વધીને 18,075.85 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 82.70 પોઇન્ટના વધારા સાથે 41,731.05 પોઇન્ટ પર બંધ થયા. મંગળવારે સેન્સેક્સ 600.42 પોઇન્ટના વધારા સાથે 61,032.26 પોઇન્ટ પર બંધ રહ્યો, નિફ્ટી 151.95 પોઇન્ટના ઉછાળા સાથે 17,922.85 પોઇન્ટ અને બેંક નિફ્ટી 334.80 પોઇન્ટના વધારા સાથે 41,617 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 250.86 પોઇન્ટના ઘટાડા સાથે 60,431.84 અને નિફ્ટી 86.06 અંકના ઘટાડા સાથે 18,689.12 પર બંધ થયા.
કેમ સપાટ સ્તરે બંધ થયું માર્કેટ
વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ગુરુવારે શાનદાર તેજી સાથે ખુલ્યું હતું. દિવસભર બજારમાં તેજી રહી હતી. પરંતુ બજાર બંધ થતા પહેલા રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે બજારે તેજી ગુમાવી દીધી હતી.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં જ્યાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો, ત્યાં આઈટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ઈન્ફ્રા, એનર્જી, મેટલ્સ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 1.62 ટકા અથવા 500 પોઈન્ટના વધારા સાથે 31,434 પોઈન્ટ પર બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 27 શેર વધીને અને 23 ઘટીને બંધ રહ્યા હતા.
વધનારા-ઘટનારા શેર્સ
ઓએનજીસી 5.69%, ટેક મહિન્દ્રા 5.49%, એપોલો હોસ્પિટલ્સ 3.46%, ડિવિસ લેબ 1.91%, નેસ્લે 1.91%, ટાટા સ્ટીલ 1.54%, અદાણી પોર્ટ્સ 1.43%, કોલ ઈન્ડિયા 1.20%, ટીસીએસ 1.06% વધારા સાથે બંધ થયા. BPCL 1.65 ટકા, HDFC લાઇફ 0.87 ટકા, HUL 0.84 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.81 ટકા, બજાજ ફાઇનાન્સ 0.81 ટકા, આઇશર મોટર્સ 0.67 ટકા ઘટીને બંધ થયા છે.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 268.23 લાખ કરોડ રહ્યું છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61275.09ની સામે 291.13 પોઈન્ટ વધીને 61566.22 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18015.85ની સામે 78.90 પોઈન્ટ વધીને 18094.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41731.05ની સામે 194.65 પોઈન્ટ વધીને 41925.7 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 61,319.51 | 61,682.25 | 61,196.72 | 0.00 |
BSE SmallCap | 28,112.76 | 28,160.02 | 27,931.28 | 0.01 |
India VIX | 12.89 | 13.16 | 10.17 | 0.23% |
NIFTY Midcap 100 | 30,886.50 | 30,981.40 | 30,736.20 | 0.01 |
NIFTY Smallcap 100 | 9,471.50 | 9,496.00 | 9,410.45 | 0.99% |
NIfty smallcap 50 | 4,294.85 | 4,306.00 | 4,271.85 | 0.83% |
Nifty 100 | 17,814.90 | 17,907.00 | 17,783.30 | 0.16% |
Nifty 200 | 9,327.80 | 9,367.20 | 9,312.30 | 0.23% |
Nifty 50 | 18,035.85 | 18,134.75 | 18,000.65 | 0.11% |