Stock Market Closing 19th September, 2022: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. દિવસની નબળી શરૂઆત થયા બાદ શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એફએમસીજી શેરમાં ઉછાળો જોવા મળ્યો તો મેટલ સ્ટોકમાં ઘટાડો થયો. ભારતીય શેરબજાર 300.14 પોઇન્ટના ઉછાળા સાથે 59141.23 પોઇન્ટ અને નિફ્ટી 91.4 પોઇન્ટના વધારા સાથે 17622.25 પોઇન્ટ પર બંધ રહી.
આજે 129 શેરની કિંમતમાં ન થયો કોઈ ફેરફાર
BSE પર કુલ 3737 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1675 શેર વધીને અને 1933 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 129 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 353 શેરમાં ઉપલી સર્કિટ હતી જ્યારે 249 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી રૂ. 280.51 લાખ કરોડ થઈ છે.
આ સેક્ટરમાં થયો વધારો
સોમવારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટર, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારો થયો હતો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 34 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 16 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 20 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે, બાકીના 10 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
વધેલા શેર્સ
આજે ટ્રેડિંગ સેશનમાં મહિન્દ્રા 3.43 ટકા, બજાજ ફાઇનાન્સ 2.92 ટકા, HUL 2.08 ટકા, SBI 1.94 ટકા, નેસ્લે 1.83 ટકા, બજાજ ફિનસર્વ 1.71 ટકા, HDFC 1.61 ટકા, ITC 1.25 ટકા વધ્યા હતા.
ઘટનારા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 2.56 ટકા, NTPC 1.04 ટકા, ICICI બેન્ક 0.77 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.59 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ 0.55 ટકા, પાવર ગ્રીડ 0.40 ટકા, લાર્સન 0.40 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.