Stock Market Closing, 1st November, 2022: દિવાળી બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. મંગળવારે સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. બે દિવસમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો થયો છે. તમામ સેક્ટર ગ્રીન ઝોન બંધ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને ડિવિસ લેબ ટોચના ગેઇનર્સ છે. શેરબજારમાં તેજીનો પ્રવાહ ચાલુ સપ્તાહે જળવાઈ રહેશે તેવી નિષ્ણાતોની ધારણા છે.


બજાર કેવી રીતે બંધ થયું


આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 374.76 પોઈન્ટ અથવા 0.62 ટકાના વધારા સાથે 61,121 પર બંધ થવામાં સફળ રહ્યો છે. બીજી તરફ NSEનો નિફ્ટી 133.20 પોઈન્ટ અથવા 0.74 ટકાના ઉછાળા સાથે 18,145.40 પર બંધ થયો છે.


સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ


સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. બીજી તરફ નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેર વધ્યા હતા અને 12 શેર ઘટ્યા હતા.


આજે કયા ક્ષેત્રોમાં તેજી ?


આજે બેંક અને મીડિયા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ મેટલ શેરો 2.38 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. ફાર્મા શેરોમાં 2.12 ટકાના ઉછાળા અને હેલ્થકેર ઇન્ડેક્સ 1.93 ટકાના ઉછાળા સાથે બંધ થયા. આઈટી શેરો 1.89 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ બંધ થયા છે.


આજે આ શેરોના વધ્યા ભાવ


આજે અદાણી એન્ટરપ્રાઇઝ, એનટીપીસી, પાવરગ્રીડ, ઇન્ફોસિસ, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ ટોપ ગેનર્સમાં હતા. ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, સન ફાર્મા, વિપ્રો, એચડીએફસી, બજાજ ફિનસર્વ અને એચડીએફસી પણ લીલા નિશાનમાં બંધ થયા છે. HDFC બેન્ક, નેસ્લે, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, M&M, SBI, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, HUL, L&T, ITC, ICICI બેન્ક અને ટાઇટનમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.


આજે આ શેર ઘટ્યા


BSE પર આજે જે શેરો આજે ઘટ્યા તેના પર નજર કરીએ તો ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મારુતિના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જો આપણે નિફ્ટીમાં ટોપ લુઝર્સ પર નજર કરીએ તો એક્સિસ બેન્ક, યુપીએલ, આઈશર મોટર્સ, મારુતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું છે.