Stock Market Closing: વીકલી એક્સપાયરી પર માર્કેટ શાનદારમાં તેજી જોવા મળી છે, સેન્સેક્સ અને નિફ્ટી નવી ટૉપ પર બંધ થયા છે, વળી, નિફ્ટી બેન્ક રેકોર્ડ ઉંચાઇ પર બંધ રહી છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 474.46 પૉઇન્ટ એટલે કે 0.71 ટકાના ઉછાળા સાથે 67.571.90ના સ્તર પર બંધ રહ્યો છે. વળી નિફ્ટી 146.00 પૉઇન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 19,979.15ના સ્તર પર બંધ રહ્યો છે.
આજે માર્કેટમાં બેન્કિંગ-FMCG સ્ટૉક્સમાં ખરીદીના કારણે નવા નવા હાઇ પર માર્કેટ બંધ થયુ છે. નિફ્ટી 20,000ની ઐતિહાસિક આંકડાને ટચ કરવામાં માત્ર 8 પૉઇન્ટ દુર રહ્યુ છે.
20 જુલાઈ ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ ઐતિહાસિક સાબિત થયું. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી Jio ફાઇનાન્શિયલના ડિમર્જર માટે ખાસ ટ્રેડિંગ થયું, પરંતુ નેશનલ સ્ટૉક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 20,000ના રેકોર્ડ આંકડાને સ્પર્શતા માત્ર નજીવા પૉઇન્ટથી ચૂકી ગયો હતો. નિફ્ટી 20,000ના આંકડાને સ્પર્શવાથી 8 પોઈન્ટ દૂર રહ્યો હતો. શુક્રવારે બજારનું સેન્ટિમેન્ટ સારું રહેશે તો નિફ્ટી 20,000ના ઐતિહાસિક આંકડાને સ્પર્શી શકે છે. આજે બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 474 પૉઈન્ટના ઉછાળા સાથે 67,571 પૉઈન્ટ અને નિફ્ટી 146 પૉઈન્ટના ઉછાળા સાથે 19,979 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સતત પાંચ દિવસની તેજી પર બ્રેક લાગી છે, માર્કેટમાં ઉપરી લેવલથી નફાવસૂલી હાવી થઇ છે. નિફ્ટી 19800ની નીચે લુઢક્યો છે, પરંતુ મીડકેપ ટકી રહેવાની રેસમાં છે. આજે જિઓ ફાઇનાન્સિયલનું ડીમર્જર પુરુ થયુ છે. 261.85 પર પ્રાઇસ રિક્વરી થઇ, એનએસઇ પર 2580ના ભાવથી રિલાયન્સ દોઢ ટકા ઉછળીને નવી રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યો છે. વળી જેટકોને સ્ટૉપ ડીલ નૉટિસ મળી છે.
સેન્સેક્સ અને નિફ્ટી શિખર પર બંધ થયા -
આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ, ઓટો, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. બજારનો સ્ટાર પર્ફોર્મર એફએમસીજી ક્ષેત્રની દિગ્ગજ આઇટીસીનો સ્ટોક હતો, જેમાં આજના ટ્રેડિંગમાં 2.78 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં આઈટી અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 9 શેરો ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો તેજી સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 304.03 લાખ કરોડ રહ્યું છે.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 67,571.90 | 67,619.17 | 66,831.38 | 0.71% |
BSE SmallCap | 34,101.53 | 34,193.74 | 34,073.79 | 0.19% |
India VIX | 11.79 | 12.26 | 11.37 | 1.59% |
NIFTY Midcap 100 | 36,931.70 | 36,966.00 | 36,863.60 | 0.25% |
NIFTY Smallcap 100 | 11,447.15 | 11,475.05 | 11,406.65 | 0.37% |
NIfty smallcap 50 | 5,150.25 | 5,163.35 | 5,135.25 | 0.33% |
Nifty 100 | 19,811.90 | 19,822.95 | 19,622.60 | 0.62% |
Nifty 200 | 10,475.15 | 10,480.40 | 10,387.65 | 0.56% |
Nifty 50 | 19,979.15 | 19,991.85 | 19,758.40 | 0.74% |
શેરોમાં ઉતાળ-ચઢાવ -
આજના કારોબારમાં ITC 2.78 ટકા, કોટક મહિન્દ્રા 2.68 ટકા, ICICI બેન્ક 2.24 ટકા, મારુતિ સુઝુકી 1.74 ટકા, ભારતી એરટેલ 1.47 ટકા, SBI 1.43 ટકા, સન ફાર્મા 1.41 ટકા, એક્સિસ બેન્ક 1.31 ટકા, HUL a.41 ટકા, એચયુએલ a.41 ટકાની સ્પીડ સાથે બંધ રહ્યો હતો. જ્યારે રિલાયન્સ 7.75 ટકા, ઇન્ફોસિસ 1.73 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.21 ટકા, એચસીએલ ટેક 1.09 ટકા, બજાજ ફિનસર્વ 0.55 ટકા, ટાઇટન કંપની 0.27 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial