Stock Market Closing, 22nd May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ તેજીમય રહ્યો. સવારે સપાટ શરૂઆત થયા બાદ દિવસના અંતે તેજી સાથે ભારતીય શેરબજાર બંધ રહ્યું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 278.77 લાખ કરોડ થઈ છે. શનિવારે 2000ની નોટ બંધ કરવાની જાહેરાત થઈ ત્યારે એવું લાગતું હતું કે સોમવારે શેરબજારમાં કડાકો બોલશે, પરંતુ એવું થયું નથી અને માર્કેટ વધ્યું છે.


આજે કેટલો થયો વધારો


સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 234 પોઇન્ટ વધીને 61.963.68 પોઇન્ટ અને નિફ્ટી 100.55 પોઇન્ટ વધીને 18303.95 પોઇન્ટ પર બંધ રહ્યા. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.55 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 18,303.95 પોઈન્ટ પર બંધ થયો હતો. ગયા સપ્તાહે નિફ્ટી 111.4 પોઈન્ટ્સ અથવા 0.60 ટકા ઘટીને 18,203.40 પર બંધ થયો હતો. આજના વેપારમાં એક તબક્કે તે 18,335ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો.


આઇટી કંપનીઓનો ટેકો


આજે સ્થાનિક બજારના વિકાસમાં સૌથી મોટો ફાળો IT કંપનીઓએ આપ્યો છે. BSE સેન્સેક્સ ઇન્ડેક્સની આજની ટોપ-5 પરફોર્મર કંપનીઓ આ સેક્ટરની હતી. ટેક મહિન્દ્રા સૌથી વધુ 3.13 ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો 2.59 ટકા, ઇન્ફોસિસ 2.16 ટકા, TCS 2.12 ટકા અને એચસીએલ ટેક 1.73 ટકા વધ્યા હતા. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 11ને નુકસાન થયું હતું, જ્યારે 19 કંપનીઓના શેર મજબૂત બંધ થયા હતા.



રૂપિયામાં દબાણ


જોકે, કેટલાક અન્ય પરિબળોએ બજારની ગતિને અંકુશમાં લીધી હતી. ભારતીય ચલણ રૂપિયામાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલર નબળો પડ્યા બાદ રૂપિયામાં ઘટાડો થયો છે. તેની સ્થાનિક બજાર પર નકારાત્મક અસર જોવા મળી હતી. આજે ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટીને 82.82 ના સ્તર પર બંધ થયો હતો.


કેવી થઈ હતી શરૂઆત


આજે BSE સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે એટલે કે 0.24 ટકાના ઘટાડા સાથે 61,579.78 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી માત્ર 2.3 પોઈન્ટ એટલે કે લગભગ ફ્લેટ ઘટીને 18,201.10 પર ખુલ્યો હતો. લગભગ 1234 શેર વધ્યા, 1055 શેર ઘટ્યા અને 159 શેર યથાવત હતા.








આ પણ વાંચોઃ


ખૂબ જ આસાન છે આધારનું વેરિફિકેશન, 3 સરળ સ્ટેપમાં કરો આ કામ, જાણો પ્રોસેસ