Stock Market Closing, 23rd January, 2023: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર ભારતીય શેરબજાર માટે શુકનવંતો રહ્યો. સોમવારે શેરબજાર વધારા સાથે બંધ થયું. આજના ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 280.77 લાખ કરોડ થઈ છે. આઈટી શેર્સમાં શાનદાર વધારો થયો.
કેટલા વધારા સાથે બંધ થયું માર્કેટ
સેન્સેક્સ 319.90 પોઇન્ટના વધારા સાથે 60,941.67 પોઇન્ટ અને નિફ્ટી90.90 પોઇન્ટના વધારા સાથે 18,118.55 પર બંધ થયા.
કેમ જોવા મળી તેજી
વૈશ્વિક સંકેતો અને રોકાણકારોની ખરીદીને કારણે બજાર વધારા બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં આવેલી તેજીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી થઈ હતી જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેર ઉછાળા સાથે જ્યારે 18 નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ઉછાળા સાથે જ્યારે 11 નુકસાન સાથે બંધ થયા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,923.80 | 61,113.27 | 60,761.88 | 00:07:12 |
BSE SmallCap | 28,533.33 | 28,725.50 | 28,527.21 | -0.34% |
India VIX | 13.62 | 14.26 | 13.48 | -1.23% |
NIFTY Midcap 100 | 31,273.80 | 31,297.80 | 31,029.55 | 0.56% |
NIFTY Smallcap 100 | 9,566.50 | 9,611.80 | 9,551.30 | -0.03% |
NIfty smallcap 50 | 4,311.40 | 4,317.30 | 4,287.00 | 0.53% |
Nifty 100 | 18,249.35 | 18,292.50 | 18,203.85 | 0.44% |
Nifty 200 | 9,541.00 | 9,554.80 | 9,511.25 | 0.45% |
Nifty 50 | 18,118.55 | 18,162.60 | 18,063.45 | 0.50% |
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60621.77ની સામે 254.24 પોઈન્ટ વધીને 60876.01 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18027.65ની સામે 90.80 પોઈન્ટ વધીને 18118.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42506.8ની સામે 384.65 પોઈન્ટ વધીને 42891.45 પર ખુલ્યો હતો.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,002.25 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ 20 જાન્યુઆરીએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) નેટ રૂ. 1,509.95 કરોડના શેર ખરીદ્યા હતા.
ફેબ્રુઆરીમાં આ તારીખે બેંકો રહેશે બંધ
ફેબ્રુઆરી 5, 2023 - રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 11, 2023 - બીજો શનિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 12, 2023 - રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 15, 2023- લુઇ-ન્ગાઇ-ની (હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 18, 2023 - મહાશિવરાત્રી (અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, હૈદરાબાદ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 19, 2023 - રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 20, 2023 - રાજ્ય દિવસ (આઈઝોલમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 21, 2023- લોસર (ગંગટોકમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 25, 2023 - ત્રીજો શનિવાર (દેશભરમાં બેંકો બંધ રહેશે)
ફેબ્રુઆરી 26, 2023 - રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે)