Stock Market Closing, 25th September 2023: શેર માર્કેટમાં સતત પાંચમા દિવસે દબાણ જોવા મળ્યુ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બન્ને આ જે દિવસભરના કારોબાર દરમિયાન મિક્સ પ્રતિસાદ સાથે રહ્યાં છે, બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકોએ સોમવારે નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતુ અને મિક્સ રિસ્પૉન્સ સાથે માર્કેટ ક્લૉઝ થયુ હતુ. માર્કેટમાં બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના કારોબારના અંતે સામાન્ય વધારા સાથે બંધ થયો હતો, 0.02 ટકાના વધારા સાથે 14.54 પૉઇન્ટ અપ રહ્યો અને 66.023.69ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે દિવસના અંતે નિફ્ટીમાં પણ કારોબાર નેગેટિવ રહ્યો, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી 0 ટકાના વધારા સાથે 0.30 પૉઇન્ટ વધ્યો અને અંતે 19,674.55ના સ્તરે બંધ રહ્યો હતો. આમ સપ્તાહના પ્રથમ દિવસે બન્ને મૂખ્ય ઇન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. 

માર્કેટમાં આજે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ ચાલ રહી
કારોબારી દિવસના પહેલા જ દિવસે માર્કેટમાં સપાટ ચાલ જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં મિક્સ રિસ્પૉન્સ રહ્યો, તો વળી, આઇટી અને કેપિટલ ગુડ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, આ સાથે જ બજાજ ફાઇનાન્સ ટૉપ ગેનર રહ્યું હતુ. જો આપણે સેક્ટૉરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, બેન્કો અને રિયલ્ટી 0.5 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલ્સ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટી પર ટોચના ગેનર્સમાં સામેલ છે. જ્યારે SBI લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ફોસીસ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, L&T અને Hero MotoCorp ટોપ લુઝર્સમાં સામેલ છે.

ઇન્ડેક્સનું નામ  બંધ થવાનુ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર 
BSE Sensex 66,023.69 66,225.63 65,764.03 00:00:17
BSE SmallCap 37,101.25 37,206.76 37,030.20 0.12%
India VIX 10.90 11.31 10.27 2.25%
NIFTY Midcap 100 40,405.70 40,456.35 39,909.85 0.66%
NIFTY Smallcap 100 12,481.55 12,543.65 12,443.75 0.04%
NIfty smallcap 50 5,757.95 5,783.80 5,724.60 0.41%
Nifty 100 19,606.85 19,663.00 19,539.70 -0.04%
Nifty 200 10,518.70 10,541.45 10,471.25 0.07%
Nifty 50 19,674.55 19,734.15 19,601.55 0.01%

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યું હતું. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. કારોબારના અંતે ભારતીય શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયું હતું. પરંતુ આજના કારોબારમાં બેન્કિંગ અને મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. ફાઇનાન્શિયલ સેક્ટરના શેરો પણ પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 14.54 પોઈન્ટના ઉછાળા સાથે 66023 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી નજીવા વધારા સાથે 19,674 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીના કારણે નિફ્ટી બેન્ક 154 પોઈન્ટના ઉછાળા સાથે 44,766 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાયનાન્શિયલ સર્વિસ ઈન્ડેક્સ 110 પોઈન્ટના ઉછાળા સાથે 19,842 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરો પણ ઉછાળા સાથે બંધ થયા છે. ઘટતા સેક્ટર પર નજર કરીએ તો આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા સેક્ટરના શેરો ઘટીને બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 266 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 40,405 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 16 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 30માંથી 24 શેર ઉછાળા સાથે અને 26 લાલ નિશાનમાં બંધ થયા હતા.

2 લાખ કરોડની વધી રોકાણકારોની સંપતિ 
આજના ટ્રેડમાં રોકાણકારોની સંપિતમાં ઉછાળો જોવા મળ્યો છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ 317.99 લાખ કરોડ રૂપિયા પર ક્લૉઝ થયો છે. જ્યારે ગયા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ 316.05 લાખ કરોડ રૂપિયા થઇ રહ્યો હતો, એટલે કે આજના સેશનમાં રોકાણકારોની સંપતિમાં 1.94 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.