Stock Market Closing, 3rd October 2023: આજે શેર માર્કેટમાં ફરી એકવાર ઘટાડા સાથે મંદીનો માહોલ જોવા મળ્યો છે. શેર બજારમાં મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઇ સેન્સેક્સ આજે કારોબારી દિવસના અંતે 0.48 ટકાના ઘટાડા સાથે 316.31 પૉઇન્ટ ઘટીને 65,512.10 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી 0.56 ટકા ઘટીને 109.55 પૉઇન્ટ ઘટ્યો અને 19,528.75 ના સ્તરે બંધ રહ્યો હતો. આમ મુખ્ય બન્ને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે માર્કેટમાં પીએસયુ બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
શેર બજારમાં મંદીનો માહોલ
ઓક્ટોબર 2023નું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. એનર્જી, બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેતોનું પણ બજાર પર દબાણ હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 316 પૉઈન્ટ ઘટીને 65,512 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 110 પોઈન્ટ ઘટીને 19,528 પૉઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં એનર્જી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઓટો, બેન્કિંગ, ફાર્મા, એફએનસીજી, મેટલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. જોકે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મીડિયા, રિયલ એસ્ટેટ અને સરકારી બેન્કોના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 13 શૅર લાભ સાથે અને 37 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 65,512.10 | 65,813.50 | 65,344.59 | -0.48% |
BSE SmallCap | 37,789.58 | 37,819.83 | 37,586.65 | 0.61% |
India VIX | 11.79 | 12.41 | 10.78 | 2.93% |
NIFTY Midcap 100 | 40,608.85 | 40,666.00 | 40,382.30 | 0.18% |
NIFTY Smallcap 100 | 12,816.20 | 12,837.20 | 12,718.95 | 0.53% |
NIfty smallcap 50 | 5,923.15 | 5,930.95 | 5,864.85 | 0.68% |
Nifty 100 | 19,492.70 | 19,571.50 | 19,434.45 | -0.43% |
Nifty 200 | 10,474.60 | 10,508.65 | 10,443.35 | -0.34% |
Nifty 50 | 19,528.75 | 19,623.20 | 19,479.65 | -0.56% |
રોકાણકારોની સંપત્તિમાં થયો થોડોક વધારો
શેરબજારમાં ઘટાડા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. શેરબજારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 319.22 લાખ કરોડ હતી, જે છેલ્લા સત્રમાં રૂ. 319.08 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 14000 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
ચઢતા-ઉતરતા શેરો
આજના ટ્રેડિંગમાં બજાજ ફાઇનાન્સ 2.04 ટકા, લાર્સન 1.68 ટકા, ટાઇટન કંપની 1.50 ટકા, બજાજ ફિનસર્વ 1.30 ટકા, SBI 0.71 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.54 ટકા, એક્સિસ બેન્ક 0.31 ટકા, ઇન્ડ બેન્ક 0.26 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે NTPC 1.83 ટકા, ટાટા મોટર્સ 1.59 ટકા, સન ફાર્મા 1.48 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.