Stock Market Closing, 8th March, 2023: ભારતીય શેરબજાર માટે હોળીનો દિવસ સામાન્ય રહ્યો. સવારે 300 પોઇન્ટના ઘટાડા સાથે શરૂઆત થયા બાદ કારોબારી દિવસના અંતે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ રહ્યું. અદાણી ગ્રુપના શેર્સમાં સતત તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની સંપત્તિ વધીને 266.24 લાખ કરોડ થઈ છે.


આજે કેટલો થયો વધારો


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 123.63 પોઇન્ટના વધારા સાથે 60,348.09 પોઇન્ટ પર  અને નિફ્ટી 44.73 પોઇન્ટના વધારા સાથે 18665.26 પર બંધ રહ્યા.


સેક્ટર હાલચાલ


આજે જોકે IT, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે, પરંતુ બેન્ક નિફ્ટીની જબરદસ્ત સ્પીડને કારણે બજારને સપોર્ટ મળ્યો છે. આજે સેન્સેક્સના 30માંથી 17 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને 13 શેરોમાં લાલ નિશાનપર બંધ થયા.


સેન્સેક્સના કયા શેર્સમાં આવ્યો ઉછાળો


ઈન્ડસઈન્ડ બેંક, એલએન્ડટી, એમએન્ડએમ, એનટીપીસી, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, મારુતિ સુઝુકી, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવરગ્રીડમાં તેજી જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, HDFC, એક્સિસ બેન્ક અને HULના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.


નિફ્ટી સ્ટોક્સની સ્થિતિ


આજે નિફ્ટીના 50માંથી 28 શેરો મજબૂતીથી બંધ થયા હતા અને 22 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ટોચના નિફ્ટી ગેઇનર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 4.8 ટકા વધીને બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ 3.08 ટકા વધીને બંધ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ 2.83 ટકા, બજાજ ઓટો 2.20 ટકા અને એલએન્ડટી 1.44 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.




આજે કેવી થઈ હતી શરૂઆત


આજે બીએસઈનો સેન્સેક્સ સોમવારના 60224.46ની સામે 308.36 પોઈન્ટ ઘટીને 59916.1 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17711.45ની સામે 45.70 પોઈન્ટ ઘટીને 17665.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 41350.4ની સામે 172.05 પોઈન્ટ ઘટીને 41178.35 પર ખુલ્યો હતો. મંગળવારે શેરબજાર હોળી નિમિત્તિ બંધ રહ્યું હતું.