Stock Market Closing, 9th February, 2023: સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. આજે પાવર,મેટલ સેકટર્સ એક ટકા તૂટ્યા હતા. અદાણી ગ્રુપના શેર્સમાં આજે કડાકો બોલ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 10 ટકાનો કડાકો બોલ્યો હતો.
આજે કેટલો આવ્યો ઉછાળો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 142.43 પોઇન્ટના વધારા સાથે 60,806.22 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 21.75 અંકના વધારા સાથે 17,893.45 પર બંધ રહ્યો. બેંક નિફ્ટી 16.65 પોઇન્ટના વધારા સાથે 41,554.30 પર બંધ રહી. બુધવારે સેન્સેક્સ 377.75 પોઇન્ટના વધારા સાથે 60,663.79 પોઇન્ટ પર અને નિફ્ટી 141.40 પોઇન્ટ વધીને 17,862.90 પર બંધ રહ્યા હતા, જ્યારે બેંક નિફ્ટી 11.45ના વધારા સાથે 41,502.40 પોઇન્ટ પર બંધ રહી. મંગળવારે સેન્સેક્સ 220.86 પોઈન્ટના ઘટાડા સાથે 60,286.04 પોઇન્ટ, નિફ્ટી 43.10 પોઇન્ટાના ઘટાડા સાથે 17721.50 પોઇન્ટ પર બંધ રહ્યા. જ્યારે બેંક નિફ્ટી 116.30 પોઇન્ટના વધારા સાથે 41,490.95 પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે 60566.90 પોઇન્ટ પર અને નિફ્ટી 90.3 પોઇન્ટના ઘટાડા સાથે 17763.75 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. પોઇન્ટના ઘટાડા સાથે 41370.15 પોઇન્ટ પર બંધ રહી હતી.
શેરબજારમાં આજે કેમ થયો વધારો
બજારમાં વેચવાલી જોવા મળી હતી. પરંતુ આઈટી બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, મીડિયા સેક્ટરના શેરો સંબંધિત સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી જ્યારે ઓટો, ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સંબંધિત સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યાં મિડકેપ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયો છે ત્યાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 24 શેર નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 12 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિ
શેરબજારમાં આજે આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની સંપત્તિ વધીને 264.48 લાખ કરોડ થઈ છે. બુધવારે રોકાણકારોની સંપત્તિ વધીને 268.68 લાખ કરોડ રૂપિયા થઈ છે. બુધવારે રોકાણકારોની સંપત્તિમાં 2.63 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.05 લાખ કરોડ રૂપિયા થઈ છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.49 લાખ કરોડ થઈ હતી.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60663.79ની સામે 52.10 પોઈન્ટ વધીને 60715.89 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17871.7ની સામે 13.80 પોઈન્ટ વધીને 17885.5 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41537.65ની સામે 96.35 પોઈન્ટ વધીને 41634 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,844.87 | 60,863.63 | 60,472.81 | 0.003 |
BSE SmallCap | 28,138.33 | 28,210.57 | 28,081.74 | -0.11% |
India VIX | 13.04 | 13.82 | 12.06 | -4.08% |
NIFTY Midcap 100 | 30,956.65 | 31,036.65 | 30,846.75 | 0.0004 |
NIFTY Smallcap 100 | 9,475.05 | 9,491.05 | 9,433.90 | -0.04% |
NIfty smallcap 50 | 4,281.05 | 4,286.30 | 4,255.20 | 0.00 |
Nifty 100 | 17,723.85 | 17,751.65 | 17,625.25 | 0.00 |
Nifty 200 | 9,289.00 | 9,304.00 | 9,241.05 | 0.00 |
Nifty 50 | 17,893.45 | 17,916.90 | 17,779.80 | 0.00 |