Stock Market Closing, 11th September, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ અને શ્રાવણનો અંતિમ સોમવાર શુકનવંતો રહ્યો. આજે સેન્સેક્સ 528.17 પોઇન્ટ વધીને 67,127.08 પોઇન્ટ અને નિફ્ટી 176.4 પોઇન્ટ વધીને 19996.35 પર બંધ રહ્યા. બેંક નિફ્ટી પણ 414.3 પોઇન્ટના વધારા સાતે 45570.70 પોઇન્ટ પર બંધ રહી. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 324.25 લાખ કરોડ રૂપિયા થઈ છે.
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પ્રથમ વખત 20,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા. અદાણી ગ્રૂપના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે.
સેક્ટર અપડેટ
શેરબજારમાં આજે મીડિયા સિવાય તમામ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી . બેંક નિફ્ટી 414 પોઈન્ટના ઉછાળા સાથે 45,570 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે આઈટી, ઓટો, એનર્જી, એફએમસીજી, મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે, જેના કારણે નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 466 પોઈન્ટના ઉછાળા સાથે 41,444 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે 12,982 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 5 શેરો નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને માત્ર બે જ નુકસાન સાથે બંધ થયા હતા.
ઐતિહાસિક સ્તરે BSE માર્કેટ કેપ
શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 324.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેન્ડિંગ સેશનમાં રૂ. 320.92 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 3.33 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારીમાં |
BSE Sensex | 67,127.08 | 67,172.13 | 66,735.84 | 00:11:23 |
BSE SmallCap | 38,533.40 | 38,603.18 | 38,396.47 | 0.70% |
India VIX | 11.35 | 11.50 | 10.34 | 5.26% |
NIFTY Midcap 100 | 41,444.20 | 41,467.20 | 41,148.70 | 1.14% |
NIFTY Smallcap 100 | 12,982.25 | 13,006.35 | 12,929.45 | 1.33% |
NIfty smallcap 50 | 5,995.40 | 6,020.80 | 5,968.50 | 1.38% |
Nifty 100 | 19,970.80 | 19,981.00 | 19,841.75 | 0.92% |
Nifty 200 | 10,725.40 | 10,730.45 | 10,656.85 | 0.95% |
Nifty 50 | 19,996.35 | 20,008.15 | 19,865.35 | 0.89% |