Stock Market Closing On 27 October 2023: આજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થતું હતું, જો કે, આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. નવેમ્બર સિરીઝની માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી. 6 દિવસના ઘટાડા બાદ બજાર ઉછાળા સાથે બંધ થયું. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી થઈ હતી જ્યારે પીએસયુ બેંકોને લગતા શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા. મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 634.65 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના વધારા સાથે 63,782.80 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 190.00 પોઈન્ટ અથવા 1.01 ટકાના વધારા સાથે 19047.25 ના સ્તર પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શાનદાર વાપસી કરી છે. છ દિવસના સતત ઘટાડા પછી, શુક્રવાર, ઓક્ટોબર 27, 2023 ના રોજ બજાર અદભૂત ઉછાળા સાથે બંધ થયું. બેન્કિંગ અને આઈટી શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે, જ્યારે અગાઉના દિવસોમાં ભારે ઘટાડા બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 634 પોઈન્ટના ઉછાળા સાથે 63,782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 190 પોઈન્ટના ઉછાળા સાથે 19,000 પોઈન્ટના ઉછાળા સાથે 10,047 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ
બજારમાં આજે તમામ સેક્ટરના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી, જેણે બજારને મોટો ટેકો આપ્યો છે. મિફ્ટી બેન્ક 501 પોઈન્ટ અથવા 1.19 ટકાના ઉછાળા સાથે 42,782 પોઈન્ટ પર બંધ થયો હતો. એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી આઈટી 1.24 ટકા, નિફ્ટી ઓટો 1.35 ટકા, નિફ્ટી એફએમસીજી 0.89 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 63,782.80 63,913.13 63,393.37 1.01%
BSE SmallCap 36,888.03 36,954.73 36,448.71 1.89%
India VIX 10.91 12.31 10.67 -7.03%
NIFTY Midcap 100 38,701.85 38,828.35 38,383.00 1.54%
NIFTY Smallcap 100 12,639.30 12,672.05 12,510.95 2.01%
NIfty smallcap 50 5,825.75 5,831.80 5,745.95 2.33%
Nifty 100 18,996.10 19,024.75 18,856.90 1.15%
Nifty 200 10,173.65 10,189.85 10,097.75 1.21%
Nifty 50 19,047.25 19,076.15 18,926.65 1.01%

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.33 કરોડનો વધારો

આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 310.54 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 306.21 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.33 લાખ કરોડનો વધારો થયો છે.

ટોપ ગેઈનર્સ


ટોપ લૂઝર્સ


સેન્સેક્સ વ્યૂ