Stock Market Closing, 23rd August 2022: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો. સેન્સેક્સ 257.43 પોઇન્ટ અને નિફ્ટી 86.8 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યા છે. આજના વધારા સાથે સાથે સેન્સેક્સ 59,031.30 અને નિફ્ટી 17,577.50 પર પહોંચ્યા છે. 


આજે વધનારા 5 શેર્સ


બીએસઈની વેબસાઈટ પ્રમાણે  APTUS 11.89 ટકાના વાધારા સાથે 355.25 રૂપિયા, APARINDS 11.48 ટકાના વધારા સાથે 1346.65 રૂપિયા, BEPL 11 ટકાના વધારા સાથે 123.60 રૂપિયા, KALYANKJIL 9.84 ટકાના વાધારા સાથે 77.05 રૂપિયા અને DAAWAT 8.58 ટકાના વધારા સાથે 99.30 રૂપિયા પર બંધ રહ્યો.


આ શેરમાં થયો ઘટાડો


બીએસઈની વેબસાઈટ મુજબ, PHOENIXLTD નો શેર 4.34 ટકાના ઘટાડા સાથે 1334 રૂપિયા, MPHASISનો શેર 2.92 ટકાના ઘટાડા સાથે 2279 રૂપિયા, HATSUNનો શેર 2.51 ટકાના ઘટાડા સાથે 1033.75 રૂપિયા, SUNTVનો શેર 2.49 ટકાના ઘટાડા સાથે 487 રૂપિયા અને SPARCનો શેર 2.80 ટકાના ઘટાડા સાથે 232.25 રૂપિયા પર બંધ રહ્યો.


 સેક્ટરની સ્થિતિ


બજારમાં આજે આઈટી સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર લીલા નિશાનમાં જ્યારે 9 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 23 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 7 લાલ નિશાનમાં બંધ થયા હતા.


શેરબજારમાં કેમ આવ્યો ઉછાળો


એક્સપર્ટના કહેવા મુજબ, રોકાણકારોની ખરીદીના કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સે નીચલા લેવલથી 1000 પોઇન્ટની છલાંગ લગાવી છે અને આવતીકાલે પણ આવો જ માહોલ રહેવાની શક્યતા છે.


ગત બે ટ્રેડિંગ સેશનમાં 1500 પોઇન્ટનો થયો હતો ઘટાડો


સોમવારે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 872 પોઈન્ટના ઘટાડા સાથે 58,773 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 268 પોઈન્ટના ઘટાડા સાથે 17,490 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.