(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Opening: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યું, આ શેર્સ પર રહેશે નજર
Opening Bell: શરૂઆતમાં સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.હીરો મોટો, ટાટા મોટર્સ, એસ્ટ્રાઝેનેકા પર આજે ફોક્સ રહેશે.
Stock Market Opening, 2nd June, 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ છે. શરૂઆતમાં સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.હીરો મોટો, ટાટા મોટર્સ, એસ્ટ્રાઝેનેકા પર આજે ફોક્સ રહેશે.
બજાર પ્રી-ઓપનથી લીલા નિશાનમાં
સતત બે દિવસના ઘટાડા બાદ આજે કારોબારની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજારમાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા હતા. સિંગાપોરમાં NSE નિફ્ટી SGX નિફ્ટીનો ફ્યુચર સવારે લગભગ 40 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. તેનાથી સંકેત મળ્યો કે સ્થાનિક બજાર આજે સારી શરૂઆત કરી શકે છે. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત રહ્યા હતા. પ્રી-ઓપનમાં, સેન્સેક્સ લગભગ 175 પોઈન્ટ્સ મજબૂત હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 0.30 ટકા ઉપર હતો.
બજાર આ રીતે શરૂ થયું
જ્યારે સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે BSEનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ મજબૂત બન્યો. શરૂઆતના વેપારમાં તે લગભગ 40 પોઈન્ટના વધારા સાથે 62,630 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી લગભગ 70 પોઈન્ટના વધારા સાથે 18,555 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજાર મજબૂત રહેવાની ધારણા છે.
બેંકિંગ, ઓટો, ફાયનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટરસ પીએસયુ બેંક, આઈટી, મેટલ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટલ ગેસ શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે, ફાર્મા અને હેલ્થકેર શેર્સમાં પણ તેજી છે. જ્યારે એચડીએફસી લાઇફ, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, સિપ્લા, આઈશર મોટર્સ અને એશિયન પેંટ્સ, અપોલો હોસ્પિટલ ઘટ્યા છે. મિડકેપમાં ક્રિસિલ, જિંદાલ વધ્યા છે, જ્યારે બાયોકોન, અશોક લેલેન્ડ, પેજ ઈન્ડસ્ટ્રીઝ ઘટ્યા છે. સ્મોલકેપમાં પારસ ડિફેન્સમાં ઉછાળો જોવા મળ્યો છે, જયારે સ્પાઇસ જેટ તૂટ્યો છે.
વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ
સ્થાનિક શેરબજારને આજે વૈશ્વિક બજારોનો ટેકો મળી રહ્યો છે. અમેરિકામાં ડિફોલ્ટનો ખતરો ટળી ગયા બાદ વોલ સ્ટ્રીટમાં તેજી આવી છે. ગુરુવારે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.50 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે Nasdaq 1.3 ટકા અને S&P 500 1 ટકા વધ્યો હતો.આજના વેપારમાં એશિયન બજારો પણ મજબૂત રહ્યા હતા.
આજે એશિયન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. એસજીએખ નિફ્ટી 76.50 પોઇન્ટના વધારા, નિક્કેઈ 0.75 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. તાઇવાનના બજારમાં 1.08 ટકાનો અને હેંગસેંગ 3.18 ટકાના વધારા સાથે ખૂલ્યાછે.