Stock Market Today: આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડાનાં રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. વૈશ્વિક સંકેતો મિશ્ર છે અને સ્થાનિક રોકાણકારોની વેચવાલીથી શેરબજારને કોઈ સપોર્ટ મળી રહ્યો નથી. આજે 1 જુલાઈથી નાણાકીય ક્ષેત્રમાં ઘણા ફેરફારોની અસર જોવા મળી રહી છે. યુએસ ફ્યુચર્સમાં આજે 0.8-0.9 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે બજારને નીચે ખેંચી રહ્યું છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના વેપારમાં, BSE સેન્સેક્સ 155.60 પોઈન્ટ્સ અથવા 0.29 ટકા ઘટીને 52,863 પર અને NSE નિફ્ટી 76.55 પોઈન્ટ્સ અથવા 0.49 ટકા ઘટીને 15,703 પર છે.


નિફ્ટી ચાલ


આજના ટ્રેડિંગમાં NSE નો નિફ્ટી વારંવાર 15700 ની ઉપરના સ્તરને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, તેના 50 શેરોમાંથી માત્ર 17 શેરો જ તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને બાકીના 37 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી 227 પોઈન્ટ તોડીને 0.68 ટકાનો ઘટાડો દર્શાવે છે. બેન્ક નિફ્ટી 33,197 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આજે એફએમસીજી, મીડિયા, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ સેક્ટરમાં ઘટાડો થઈ રહ્યો છે. બેંક શેરોમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર 0.67 ટકાના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે.


આજના વધનારા સ્ટોક


એશિયન પેઇન્ટ્સ 1.07 ટકા અને BPCL 0.65 ટકા ઉપર છે. શ્રી સિમેન્ટમાં 0.62 ટકા, ટાટા સ્ટીલમાં 0.54 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.45 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.


આજના ઘટનારા સ્ટોક


ટાઇટન 2.23 ટકા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 1.98 ટકા ડાઉન છે. બજાજ ઓટોમાં 1.48 ટકાની નબળાઈ છે. ટાટા મોટર્સ અને HDFCમાં 1.14-1.14 ટકાના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.