Stock Market Today: અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 300 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે અને નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે શેરબજારમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 336 પોઈન્ટ અથવા 0.61 ટકાના ઘટાડા સાથે 54,546.60 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 104 પોઈન્ટ અથવા 0.64 ટકાના ઘટાડા સાથે 16,246 પર ટ્રેડ કરી રહ્યો છે.


કારોબારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ લગભગ 1 ટકા નબળો પડ્યો છે. FMCG અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લગભગ 1 ટકા નીચે છે. બેંકો અને નાણાકીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં છે. મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લાલ નિશાનમાં છે. હાલમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટની નબળાઈ છે અને તે 54593 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 78 પોઈન્ટ ઘટીને 16278 ના સ્તર પર છે. હેવીવેઇટ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 26 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં ASIANPAINT, HCLTECH, TCS, HINDUNILVR, TITAN, AXISBANK અને WIPRO નો સમાવેશ થાય છે.


વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો, મુખ્ય એશિયન બજારોમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બુધવારની નબળાઈ બાદ આજે સ્ટોક ફ્યુચર ફ્લેટ દેખાઈ રહ્યા છે. બુધવારે અમેરિકી બજાર નબળા બંધ થયા. ક્રૂડના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 124 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 122 ડોલરથી ઉપર છે.