Stock Market Today: શેરબજારમાં આજે નજીવા વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને લીલા નિશાનમાં ખુલવાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત છે. ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જેના કારણે ભારતીય બજારમાં વધુ અસર જોવા મળી રહી નથી. આજે તમામ એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 124.27 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 58,977 પર ખુલ્યો. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 41.00 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 17,566 પર ખુલ્યો હતો.


સેન્સેક્સ-નિફ્ટીની ચાલ કેવી છે


આજે એનએસઈના નિફ્ટી 50માંથી 27 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને 23 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આ સમયે નિફ્ટીમાં ભાગ્યે જ લીલો નિશાન જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 96.30 અંક એટલે કે 0.25 ટકાના વધારાની સાથે 38333 ના સ્તર પર કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 13 શેરો વધી રહ્યા છે અને 17 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આઈટી, મીડિયા, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ઘટાડાનું લાલ નિશાન પ્રભુત્વ ધરાવે છે. હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.57 ટકા અને એફએમસીજીમાં 0.36 ટકાનો ઉછાળો છે. બેંક શેર 0.25% વધ્યા છે.


વૈશ્વિક બજારમાં કડાકો


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીજી તરફ યુએસ બજારોમાં મંગળવારના ઘટાડા બાદ સ્ટોક ફ્યુચર્સમાં વધારો જોવા મળ્યો છે. મંગળવારે ડાઉ જોન્સ 58 અંક ઘટીને 32,774.41 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 151 પોઈન્ટ ઘટીને 12,493.93 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સમાં 18 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 4,122.47 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારની નજર હવે મોંઘવારીના આંકડા પર છે. આ આંકડા બુધવારે એટલે કે આજે જાહેર કરવામાં આવશે. એસ એન્ડ પી