Stock Market Today: ભારતીય શેરબજારની શરૂઆત આજે સામાન્ય ઘટાડા સાથે થઈ છે. આજે સ્થાનિક બજારને વૈશ્વિક બજારો તરફથી કોઈ ખાસ ટેકો મળ્યો નથી. એશિયન બજારો શાંત છે અને યુએસ ડાઉ ફ્યુચર પણ સુસ્ત છે.


શેરબજાર કેવી રીતે ખુલ્યું


આજના કારોબારમાં એનએસઈનો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 8.50 પોઈન્ટ ઘટીને 16,475 પર ખુલ્યો છે. બીજી તરફ BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 10.20 પોઈન્ટ ના ઘટાડા સાથે 55,258 ના સ્તર પર ખુલ્યો છે.


નિફ્ટીની ચાલ કેવી છે


આજના કારોબારમાં નિફ્ટીની મૂવમેન્ટ પર નજર કરીએ તો તેના 50માંથી માત્ર 20 શેર જ તેજી સાથે ટ્રેડ થતા જોવા મળે છે. બાકીના 30 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન સાથે કારોબાર થઈ રહ્યો છે. આ સિવાય જો બેંક નિફ્ટીની સ્પીડની વાત કરીએ તો તે 124 પોઈન્ટના ઘટાડા સાથે 36,284 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે, તો મંગળવારે યુએસ ફેડના નિર્ણય પહેલા અમેરિકી બજારોમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. ડાઉ જોન્સમાં 229 પોઈન્ટની નબળાઈ હતી અને તે 31,761.54 ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેક 220 પોઈન્ટ ઘટીને 11,562.57 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સમાં 46 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને 3,921.05 ના સ્તરે બંધ થયો હતો. મોંઘવારી અને મંદીના ડરને કારણે રોકાણકારો સાવચેત છે, જ્યારે યુએસ ફેડના નિર્ણય પર આજે બજારની નજર રહેશે.


બ્રેન્ટ ક્રૂડમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું છે અને પ્રતિ બેરલ $104 પર ટ્રેડ થઈ રહ્યું છે. યુએસ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલ પર છે. યુએસમાં 10 વર્ષની બોન્ડ યીલ્ડ 2.81 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 0.02 ટકાનો નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. Nikkei 225 0.14 ટકા ઉપર છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.13 ટકા અને હેંગ સેંગ 1.17 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડમાં 0.31 ટકા અને કોસ્પીમાં 0.54 ટકા નબળાઈ છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ 0.20 ટકાનો ઘટાડો નોંધાયો હતો.