શોધખોળ કરો

Stock Market: શેરબજારમાં ફરી આવી રોનક, સેન્સેક્સમાં 440 પોઈન્ટનો ઉછાળો; નિફ્ટી 23573 ને પાર

Stock Market 14 May: 14 મેના રોજ ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 440 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે તેજી સાથે શરૂઆત.
  • BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 પોઝિટિવ ખુલ્યા.
  • અદાણી પોર્ટ, NTPC ટોપ ગેનર, HCL ટેક લૂઝર રહ્યા.
  • બુધવારે પણ શેરબજારમાં હળવી તેજી સાથે દિવસ પુરો થયો.

Stock Market Today: ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવાર, 14 મે ના રોજ શરૂઆત પોઝિટિવ રહી. મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 લીલા નિશાન પર ટ્રેડ કરતા ઓપન થયા.

30 શેરો વાળા BSE સેન્સેક્સ ઈન્ડેક્સ 338.14 પોઈન્ટ અથવા 0.45 ટકાના ઉછાળા સાથે ઓપન થયો હતો. દિવસની શરૂઆત સેન્સેક્સે 74,947.12 ના લેવલ પર કરી છે. તો બીજી તરફ, NSE નિફ્ટી 50 એ પણ દિવસની શરૂઆત પોઝિટિવ કરી હતી. નિફ્ટી 50 117.65 પોઈન્ટ અથવા 0.50 ટકા ઉછળીને 23,530.25 ના લેવલ પર ઓપન થયો હતો. સવારે લગભગ 9:20 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 347 પોઈન્ટની તેજી સાથે 74,956 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 139 પોઈન્ટ ઉછળીને 23,551 ના લેવલ પર ટ્રેડ કરી રહી હતી.

BSE ના ટોપ ગેનર અને લૂઝર

BSE બાસ્કેટમાંથી અદાણી પોર્ટ, NTPC, પાવરગ્રીડ અને ભારતી એરટેલ ટોપ ગેનર હતા. જ્યારે ટોપ લૂઝરની વાત કરીએ તો HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા અને ટાઇટન રહ્યા હતા.

આ પણ વાંચો...પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય સ્કીમ: ₹333 ના રોકાણ પર મળશે ₹17 લાખનું વળતર, જાણો સંપૂર્ણ વિગત

બુધવારે કેવું રહ્યું હતું માર્કેટ?

ભારતીય શેરબજારમાં બુધવાર, 13 મે ના ટ્રેડિંગ દિવસે હળવી તેજી જોવા મળી હતી. મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 એ લીલા નિશાન પર ટ્રેડ કરતા દિવસની સમાપ્તિ કરી હતી. સેન્સેક્સ 49.74 પોઈન્ટ અથવા 0.07 ટકાની તેજી સાથે 74,608.98 પોઈન્ટ, તો NSE નિફ્ટી 50 33.05 પોઈન્ટ અથવા 0.14 ટકા ઉછળીને 23,412.60 ના લેવલ પર બંધ થયા હતા.

કોણ હતા ટોપ ગેનર-લૂઝર?

BSE બાસ્કેટમાંથી એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ, ભારતી એરટેલ અને ઇન્ડિગો ટોપ ગેનર હતા. ટોપ લૂઝરની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, TCS અને સનફાર્મા રહ્યા હતા.

નિફ્ટી ઓટો, નિફ્ટી IT અને નિફ્ટી બેંકના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 100, નિફ્ટી સ્મોલકેપ 100, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી FMCG ના શેરોમાં તેજી હતી. બુધવારના ટ્રેડિંગ દિવસે BSE બાસ્કેટમાંથી 13 શેર લીલા નિશાન પર બંધ થયા હતા અને 17 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી રહી છે. અહીં જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા લગાવવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.)

Frequently Asked Questions

ગુરુવારે, 14 મે ના રોજ ભારતીય શેરબજાર કેવું ખુલ્યું?

ગુરુવારે, 14 મે ના રોજ ભારતીય શેરબજાર પોઝિટિવ રહ્યું. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 બંને લીલા નિશાન પર ટ્રેડિંગ કરતા ઓપન થયા.

ગુરુવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 ના શરૂઆતના લેવલ શું હતા?

સેન્સેક્સે 74,947.12 ના લેવલ પર દિવસની શરૂઆત કરી, જ્યારે નિફ્ટી 50 23,530.25 ના લેવલ પર ઓપન થયો.

ગુરુવારે BSE માં કયા શેર ટોપ ગેનર અને લૂઝર હતા?

અદાણી પોર્ટ, NTPC, પાવરગ્રીડ અને ભારતી એરટેલ ટોપ ગેનર હતા. HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા અને ટાઇટન ટોપ લૂઝર રહ્યા.

બુધવારે, 13 મે ના રોજ ભારતીય શેરબજાર કેવું રહ્યું?

બુધવારે, 13 મે ના રોજ ભારતીય શેરબજારમાં હળવી તેજી જોવા મળી. સેન્સેક્સ 49.74 પોઈન્ટ અને નિફ્ટી 50 33.05 પોઈન્ટ વધીને બંધ થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Embed widget